જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરના નાગર ચકલા વિસ્તારમાં રહેતા અને જામનગરના લોકપ્રિય અખબાર જામનગર મોર્નિંગ પરિવારના કૌમીલ મણીયાર તેમના પિતા અશોકભાઈ કાંતિલાલ મણીયાર અને માતા કુંજલબેન અશોકભાઈ મણીયાર સાથે કૌન બનેગા કરોડપતિના  તા. ૦૩ ડિસેમ્બરે ૨૦૨૨ ગેસ્ટ બન્યા હતા અને ટેલિવિઝન પ્રોગ્રામના હિસ્સો બન્યા હતા, તેમજ ત્યાં અમિતાભ બચ્ચન સાથે મુલાકાત લીધી અને ફોટો ફ્રેમ પર બિગ બી નો ઓટોગ્રાફ મેળવ્યો. આ શો ૧૩ ડિસેમ્બરે ટીવીમાં પ્રસારિત કરવામાં આવશે અને અમિતાભ બચ્ચન સાથે કેમેરામાં કેદ કરેલી ક્ષણો જાન્યુઆરી મહિનામાં કૌન બનેગા કરોડપતિ શો દ્વારા રિલીઝ કરવામાં આવશે. જામનગર મોર્નિંગ પરિવાર તેમજ જામનગરનું ગૌરવ વધારતા મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.