જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં આવેલ મહાદેવનગરમાંથી પાંચ મહિલાઓને જાહેરમાં જુગાર રમતી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં મહાદેવનગરમાં આવેલ સાતનાલાના ખુણા પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતી મહિલાઓને સીટી સી ડીવીઝનના હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે પ્રેમીલાબેન વસંતભાઈ ગોરી (ગોકુલનગર, નવાનગરની પાછળ), સવિતાબેન માલદેભાઈ નંદાણીયા (ગોકુલનગર, મુરલીધર સોસાયટી), લલિતાબેન રમેશભાઈ ફટાણીયા (માટેલચોક, શીવમ સોસાયટી), ફરીદાબેન બસીરભાઈ ભાયા (સિક્કા ગામ, નાજ સિનેમા) અને ભારઈબેન વેજાણંદભાઈ વાચા (મહાદેવ નગર) નામની મહિલાનો રૂ. 11,900ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનગરા, હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.
0 Comments
Post a Comment