લાખોટા તળાવ, દરિયાકાંઠે અને ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે કરે છે વસવાટ
જામનગર મોર્નિંગ - જામનગર
શિયાળાની શરૂઆત થતાં જ દર વર્ષે જામનગરના મહેમાન બનતા વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. જામનગરના લાખોટા તળાવમાં વિદેશી પક્ષીઓના આગમનના કારણે લાખોટાની સુંદરતામાં વધારો થયો છે.
યુરોપિયન દેશોમાં કડકડતી ઠંડી પડતી હોવાના કારણે પક્ષીઓને ત્યાં કુદરતી રીતે પોતાનો ખોરાક મેળવવામાં તકલીફ પડતી હોય છે. જેથી આ સમયગાળા દરમિયાન પક્ષીઓ સાત સમંદર પારથી અહીં મહેમાનગતી માટે આવતા હોય છે. જામનગર નજીક આવેલા દરિયાકાંઠે, લાખોટા તળાવ અને ખીજડીયા પક્ષી અભ્યારણ્ય આસપાસ પક્ષીઓ રહેઠાણ કરે છે.
હાલ શિયાળાની સિઝનહોવાથી ઠંડીમાં પાકિસ્તાન , ચાઇના સહિત અનેક વિદેશી પક્ષીઓ આશરે 12 હજારથી 45 હજાર કિલોમીટરનું અંતર કાપીતેમના મુળ વતનથી ભારતના અલગ-અલગ પક્ષી અભ્યારણમાં આવી રહ્યા છે. જેમાં ખીજડીયા અભ્યારણ્યમાં પણ જાત જાતનાપક્ષીઓ મહેમાન બન્યા હોવાથી અભ્યારણ્યની સુંદરતામાં વધારો કરે છે.
જામનગરમાં વિદેશી પક્ષીઓ આવે છે. તેનુ મુખ્ય કારણ છે અનેક વિધ પ્રતિકુળતાઓ અને પક્ષીઓને અનુરૂપ વાતાવરણ તેમજ પુરતા પ્રમાણમા ખોરાક મળે છે. અહીંનુ વાતાવરણ તેને અનુરૂપ હોય છે. તેમજ તળાવમાં નાની જીવાત, દેકડા, માછલા સહીતનો પુરતો ખોરાક મળી રહે છે.
જામનગરમાં શહેરની મધ્યમાં લાખોટા તળાવ આવેલુ છે. જે વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. શિયાળાની શરૂઆતથી હજારોની સંખ્યામા અનેક વિવિધ પક્ષીઓ અહીંના મહેમાન બને છે. ખાસ કરીને ઓસ્ટ્રેલીયાથી મોટી સંખ્યામા સીગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે. તળાવ નજીક મોટી સંખ્યામા સીગલ પક્ષી જોવા મળે છે. પક્ષીપ્રેમીઓ આ વિદેશી મહેમાનોને નજીકથી અને મોટી સંખ્યામા નિહાળવવા દુર-દુરથી દોડી આવે છે. પક્ષીઓને વિવિધ અદાઓમા જોઈને પક્ષી પ્રેમીઓ ખુબજ ખુશ થાય છે. અને સ્થાનિક પક્ષીપ્રેમીઓ દરરોજ પક્ષીઓને જોવા આવે છે.
અનેક અનુકુળતાઓ પક્ષીઓને જામનગર ખેંચી લાવે છે અને આ પક્ષીઓને નિહાળવા દુર-દુરથી લોકો અહીં દોડી આવે છે. અને દર વર્ષે મોટી સંખ્યમા આવતા પક્ષીઓ જામનગરની ઓળખ બની ગયા છે.
0 Comments
Post a Comment