જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલના સોયલ ગામના પાટીયા પાસેથી મોરબી જિલ્લામાં મોટરસાયકલની ચોરી કરનાર બે શખ્સને જામનગર એસઓજીએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એસઓજી ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઈ જે.ડી. પરમારની સૂચનાથી એસઓજી સ્ટાફના રાજેશભાઈ મકવાણા, શોભરાજસિંહ જાડેજા અને સંદીપભાઈ ચુડાસમા પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન બાતમી મળતા નથુવડલા ગામ તરફથી સોયલ ગામના પાટીયા તરફ હાઈવે રોડ તરફ બે શખ્સોને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા પોતાનું નામ ઈન્દરભાઈ દરીયાભાઈ આમણીયા અને દિનેશ ગુમાનભાઈ પસાયા (રહે. પ્રભુભાઈ સતવારાની વાડી, નથુવડલા ગામ) જણાવતા અને એક મહિના પેલા મોરબી, વાવળી રોડ, માધાપરના નાકેથી ચોરી કરવાની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment