રાજ્ય સરકારના પ્રોજેક્ટ આંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ અધીકારી અને ટીમનુ સંશોધન પેપર ઇન્ટરનેશનલ જર્નલ મા થયુ પ્રસિદ્ધ: સર્વે બાદ ખુબ જરૂરી આરોગ્ય સ્થિતિકુપોષણ મા મળ્યા શ્રેષ્ઠ પરીણામો: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જહેમત વધુ એક વખત રંગ લાવી

જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા/જામનગર ( ભરત ભોગાયતા)

આયુર્વેદો અમૃતાનામ કહેવાય છે અને આપણને સૌ ને ગૌરવ છે તેવી ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ વધુ એક વખત  વિશ્ર્વ કક્ષાએ ઝળકી છે જેમાંરાજ્ય સરકારના પ્રોજેક્ટ આંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ અધીકારી અને ટીમનુ સંશોધન પેપર ઇન્ટરનેશનલ જર્નલ મા  પ્રસિદ્ધ થયુ છે ખાસ વાત એ છે કે એક  મહત્વનાસર્વે બાદ ખુબ જરૂરી આરોગ્ય સ્થિતિકુપોષણ મા  શ્રેષ્ઠ પરીણામો મળ્યા છે અત્રે એ નોંધનીય છે કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની જહેમત વધુ એક વખત રંગ લાવી છે કેમકે જામનગર મા વિશ્ર્વ કક્ષાનુ આયુર્વેદ શિક્ષણ અને સંશોધન કેન્દ્ર પ્રધાનમંત્રી ની ખાસ હિમાયત નુ સાકાર સ્વરૂપ છે એટલુ જ નહી વિશ્ર્વ કક્ષાએ યોગ અને આયુર્વેદનુ મહત્વ તેઓની જહેમત થી પ્રસ્થાપીત થયુ છે. 

ત્યારે વિષય વસ્તુ એ છે કે કુપોષણમાં આયુર્વેદની અસરકારક ભૂમિકા શુ હોય શકે તે એક સંશોધન જરૂરી હતુ કેમકે નેશનલ ફેમેલી હેલ્થ સર્વેના વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ના અહેવાલ મુજબ કુપોષણ સ્તર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ હોવાનો એક  અહેવાલ  પ્રાપ્ત થયેલ. આથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગુજરાત સરકાર ના આયુષ વિભાગના નિયામકશ્રી દ્વારા કુપોષણમાં આયુર્વેદ દવાઓનો પ્રયોગ કરવાનુ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 


પ્રોજેક્ટ માટે કુપોષણથી વધુ પ્રભાવિત થતા બાળકો અને કિશોરીઓને પસંદ કરવામાં આવેલ કુલ ૬૨૯ લાભાર્થીઓને ૬ મહિના સુધી આયુર્વેદ દવાઓનો પ્રયોગ કરવામાં આવેલ. પ્રોજેક્ટના અંતે લાભાર્થીઓમાં પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો  

આ પ્રોજેક્ટ નિયામકશ્રી આયુષની કચેરી-ગુજરાત રાજ્ય, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્બીક હેલ્થ (IIPH) ગાંધીનગર, આયુર્વેદ શાખા-દેવભૂમિ દ્વારકા અને આઈ.સી.ડી.એસ. શાખા-દેવભૂમિ દ્વારકા ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો. 

પ્રોજેક્ટની સફળતાને ધ્યાને રાખીને આ બાબતે શોધ-પત્ર તૈયાર કરવામાં આવેલ અને જે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ એવી જનરલ ઓફ આયુર્વેદ એન્ડ ઈન્ટ્રીગ્રેટડ મેડિકલ સાઈન્સમાં પ્રકાશિત થયેલ છે. 

આ શોધ પત્રને IIPH ના ડો. જીમીત સોની, દિપક સક્શેના, સોમેન શાદા, આબિદ કુરેશી, પૂજા જાદવ, નિયામકશ્રી આયુષની કચેરી ના ડો.ભાવનાબેન પટેલ, ડો.ફાલ્ગુન પટેલ, ડો.શીતલ ભગીયા અને જિલ્લા આયુર્વેદ અધિકારી-દેવભૂમિ દ્વારકાના ડો.વિવેક વી. શુક્લ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. 

આ શોધ-પત્રથી કુપોષણમાં પણ આયુર્વેદ દવાઓની અસરકારક ભૂમિકા પ્રસ્થાપિત થયેલ છે.       

વિશેષમાં જોઇએ તો સંશોધન પેપર પ્રકાશન માટે સંયુક્ત પ્રમાણપત્ર મળ્યુ છે 

ધી જર્નલ ઓફ આયુર્વેદ એન્ડ ઈન્ટીગ્રેટિવ મેડિસિન (J-AIM) એ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સ-ડિસિપ્લિનરી હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (TDU) અને વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશન (WAF) દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત અને પ્રકાશિત આંતરરાષ્ટ્રીય, ઓપન-ઍક્સેસ, પીઅર રિવ્યુ કરેલ જર્નલ છે જે એલ્સેવિઅર પર આ પ્રકાશીત થાય છે.