જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.11 : દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના સદસ્ય કોંગ્રેસ સિમ્બોલ પરથી ચૂંટાઈ આવેલ કે. ડી. કરમુર એ કોંગ્રેસ પક્ષના પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. કે. ડી. કરમુર ખેડુત પરિવાર માંથી આવે છે અને બિઝનેસમેન છે તેઓ જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને વિક્રમભાઈ માડમના નજીકના છે.
કે. ડી. કરમુર 2-3 વર્ષથી ભાણવડમાં સક્રિય થાય ને ભાણવડ તાલુકાની મોટા કાલાવડ જીલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી કરીને જંગી મતથી ચૂંટાઈ આવેલ જો કે ચૂંટણી પહેલા તેમણે એ વિસ્તારમાં રોડ અને શિક્ષણ આરોગ્યના 1-2 વર્ષના સમયગાળામાં ખુબ કામો કર્યા હતા.
કે. ડી. કરમુર જીલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટણી જીત્યા બાદ પોતાના વિસ્તારમાં ઉપરાંત ભાણવડ શહેરમાં ખુબ સક્રિય રહેલ અને ઘણા જ વિકાસના કામો કરેલ પણ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ખંભાળીયા - ભાણવડ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમની હાર થતા તેમણે પોતે પક્ષ સમક્ષ રાજીનામુ ધરી દીધું છે. આ અંગે જામનગર મોર્નિંગ એ તેમની સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે મારી સંસ્થા દ્વારા જે પ્રવૃતિઓ ચાલી રહી છે તે અવિરત રહેશે અને આગામી સમયમાં જે નિર્ણય લઈશ તે જાહેર કરીશ. હાલ પક્ષ પ્રમુખને રાજીનામુ મોકલી આપ્યું છે અને તે વાત પર અડગ છું.
0 Comments
Post a Comment