જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં લાલપુર બાયપાસ પાસેથી ચોરાઉ મોટરસાયકલ સાથે સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ચોરીના અનડિટેક્ટ ગુનાઓ વધી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવા અને સીટી એ ડિવિઝન પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ સીટી એ સર્વેલન્સ સ્ટાફના વિક્રમસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા અને દેવાયતભાઈ કાંબરીયાને બાતમી મળી હતી હતી કે અજય ઉર્ફે ટીપુ મુકેશ પરમાર (રહે. ટાઉનહોલ, મુળ ખંઢેરા ગામ, કાલાવડ તાલુકો) નામના શખ્સને જીજે 10 સીએચ  2991 નંબરની ચોરાઉ મોટરસાયકલ સાથે લાલપુર બાયપાસ ચોકડી પાસેથી ઝડપી લઈ મોટરસાયકલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ એ. જાડેજા, સુનીલભાઈ ડેર, રવિન્દ્રસિંહ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, રવીભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ગઢવી અને રાજેન્દ્રસિંહ ડોડીયાએ કરી હતી.