જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં આવેલ સાત રસ્તા નજીકથી ચોરાયેલ બાઈક સાથે બે શખ્સને સીટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં સાત રસ્તા જીઈબીના ગેઈટ પાસેથી મોટરસાયકલ ચોરી કરનાર આરોપીને વિપુલભાઈ સોનાગરાએ બાતમીના આધારે ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે પાણાખાર વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ વિનોદસિંહ ચૌહાણ અને દી. પ્લોટ 45 વિસ્તારમાં રહેતા જેકી કિશન ચુડાસમા નામના બંને શખ્સને મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનગરા, હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.
0 Comments
Post a Comment