ચંગા પાટીયા પાસે દંપતીને ફોરવ્હીલ ચાલકે ઠોકર મારતાં ઈજા: સિક્કા રોડ પર ટ્રકે ફોરવ્હીલ ને ઠોકર મારતાં ચાલકને ઈજા

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લામાં કનસુમરા પાટીયા પાસે વૃધ્ધ સાયકલ લઈને જતા હોય ત્યારે ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવારમાં ખસેડાયા બાદ મૃત્યુ નિપજતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યારે ચંગા પાટીયા પાસે દંપતીને ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચતા ફરિયાદ નોંધાવી હતી ઉપરાંત જામનગર - ખંભાળિયા હાઈવે રોડ પર ટ્રક ચાલકે પાછળથી ફોરવ્હીલને ઠોકર મારતા ચાલકને ઈજા પહોંચતા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ત્રણેય બનાવ અંગે સ્થાનીક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં કનસુમરા પાટીયા રોડ પરથી ગિરિરાજસિંહ છત્રસિંહ પરમારના સસરા સાયકલ લઈને જામનગરથી વાવ બેરાજા જતા હોય ત્યારે જીજે 03 ડીવી 9045 નંબરનો ટ્રક ચાલક બેફિકરાઈ પૂર્વક અને પુરઝડપે ચલાવી ઠોકર મારતાં ફરિયાદીના સસરાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા બાદ સારવાર દરમ્યાન મોત નિપજતા ગિરિરાજસિંહે પંચ બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.


જ્યારે જામનગર જીલ્લામાં ચંગા પાટીયા પાસેથી ગોકુલનગરમાં રહેતા વલ્લભભાઈ રામજીભાઈ પરમાર તેમના પત્ની સાથે પોતાનું મોટરસાયકલ જીજે 03 એલડી 2181 નંબરનું લઈને જતાં હોય ત્યારે જીજે 01 આરએમ 0594 નંબરની ફોરવ્હીલ ચાલક બેફિકરાઈ પૂર્વક રીતે ચલાવી વલ્લભભાઈ તથા તેમના પત્નીને ઠોકર મારતા વલ્લભભાઈને હાથી આંગળીમાં તથા પત્નીને બંને પગમાં ફ્રેકચરની ઈજા પહોંચતા પંચ બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત જામનગર - ખંભાળિયા રોડ પર આવેલ ફૂડ રિસોર્ટથી થોડે આગળ ખોડીયાર કોલોનીમાં રહેતા ગીતાબેન ગિરીશભાઈ ત્રિવેદી પોતાની ફોરવ્હીલ જીજે 10 એપી 8849 નંબરની લઈને જતા હોય ત્યારે જીજે 10 ટીએક્સ 6042 નંબરના ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતાં ફરિયાદીને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા બાદ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.