વિદેશી વેપાર નીતિથી ભારતના લોકો આ વેપારી ષડયંત્ર માં ધકેલાઈ રહ્યા છે, ગુજરાતના જામનગરમાં ડી.ઈ.ઓ અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત કરતી હિન્દુ સેના.

જામનગર મોર્નિંગ - જામનગર 

ગિફ્ટ અને સોગદોના નામે બિનજરૂરી ચીજ વસ્તુઓના વેચાણ દ્વારા ભારત જેવા દેશોમાં વિદેશના વેપારી એક મોટા બજારની સંભાવના જોઈ રહ્યા છે. જેના દ્વારા ભારતમાં વેપાર કરી શકાય અને ભારતના લોકો આ વેપારી ષડયંત્ર માં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે આવી ચીજ વસ્તુઓ એક હાથથી બીજા હાથ હસ્તાંતરણ સિવાય બીજા કોઈ ઉપયોગમાં આવતી નથી. જન્મદિવસ હોય કે કોઈ તહેવાર હોય આવી બિનજરૂરી ભેટ શોગાદોનું ચલણ હમણાં ખૂબ વધી ગયું છે. ભારતના લોકોએ આ ષડયંત્રને ઓળખીને આવી ખોટી ખરીદી થી બચવું જોઈએ. તેવું હિન્દુ સેના ની સંપર્ક બેઠકમાં હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા પૂનમના દિવસે સાળંગપુર થી શરૂ કરી ગુજરાતના અનેક શહેરમાં બેઠક યોજી વિસ્તૃત ચર્ચા સાથે સમજાવેલ. જેમાં હિન્દુ સેનાના જામનગર શહેરના પ્રમુખ દીપક પિલ્લાઈ જિલ્લા યુવા પ્રમુખ ધીરેન નંદા, શહેર યુવા પ્રમુખ યશાંત ત્રિવેદી, સંકલન પ્રમુખ મયુર ચંદન, કમલ રામાવત, દેવ આંબલીયા સહિતના અનેક સૈનિકો દ્વારા શાળાઓમાં પહોંચી ક્રિસમસના ઉજવાતા કાર્યક્રમોને રદ કરાવવા હિન્દુ સેનાએ અપીલ કરી છે, અને હિન્દુ સંસ્કૃતિને મહત્વ આપી દિવાળી  રામનવમી, મહાશિવરાત્રી જેવા તહેવારોને વધુ મહત્વ આપવા જણાવેલ હતું અને જામનગર જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટ તેમજ જે.એમ.સી.ના શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરાને જામનગર હિન્દુ સેના શહેર પ્રમુખ સહિતના સૈનિકો રૂબરૂ મળી રજૂઆત કરી હતી, કેમ કે નાતાલમાં પશ્ચિમી સંસ્કૃતિના આંધળું અનુકરણ કરવાના તહેવારને લઈ શાળાઓમાં આવા કાર્યક્રમોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આવતા સમયમાં ધર્માંતરણ જેવા બનાવો તરફ બાળકો ન વળે અને હિન્દુ સનાતન સંસ્કૃતિને જાળવી રાખવા પ્રયાસ કરેલ હતો.

નાતાલમાં સાંતાંક્લોઝ બાળકો માટે બહુ રમકડા અને ચોકલેટ લઈને આવે છે, બાળકોની આવી અનુચિત ધારણા હોય છે, ક્રિસમસની રાત્રે સૌથી વધારે પ્રિય હોય તેવી ભેટ વસ્તુઓની મનોકામના કરવાનું કહેવામાં આવે છે, સાન્તાક્લોઝ આવી, જે ક્રિસ્મસ ટ્રી પાસે આ ભેટ વસ્તુઓ મૂકી જાય છે એવું કહેવામાં આવે છે. વાસ્તવમાં આ ભેટ વસ્તુઓ ક્યારેય પ્રાપ્ત થતી હોતી નથી. બાળકોની ખુશી માટે તેમના માતા-પિતા જો ક્રિસમસ ટ્રી પાસે ભેટ વસ્તુઓ રાખી દેતા હોય છે. માતા-પિતાએ સાન્તાક્લોઝ અને આ ભેટ વસ્તુઓનો સંબંધ બાળકો સામે લાવવો જોઈએ નહીં. અંગ્રેજ માનસિકતા વાળા બનેલા માતા-પિતા આવું કરતા નથી, પરંતુ ચોથી સદીથી તુર્કીસ્તાનના મીરાનગર સ્થિત બીસપ નિકોલસ થી સાન્તાક્લોઝ ની આવી ભેટ કથાનું પ્રારંભ થયો. તેવો ગરીબ અને અનાથ બાળકોને ભેટ વસ્તુઓ આપતા હતા, ત્યારથી અત્યાર સુધી આ પ્રથા ચાલુ છે, જે સાન્તાક્લોઝ ભારતના બાળકોનું માનસિક ધર્માંતરણ જ કરી રહ્યા છે. આવા માનસિક ધર્માંતરિત થયેલા બાળકો આગળ જતા હિન્દુ ધર્મથી હિન્દુ ધર્મની પરંપરાઓની મજાક ઉડાવવામાં પોતાને ધન્યતા અનુભવતા હોય છે, અને આવા બાળકો બુદ્ધિવાદી અને નિર્ધમવાદી બનીને એક પ્રકારની રાષ્ટ્ર અને ધર્મ ઉપર આઘાતો કરે છે. જેથી હિન્દુ સેના ગુજરાતમાં નાતાલમાં બાળકોનું ધર્માંતરણ કરવા વાળા થી ચેતવી રહી છે.