જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલ ટી પોસ્ટમાંથી કેશિયર અને કારીગર રૂ. 1.33 લાખની ચોરી કરી લેતા સંચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને શખ્સની ધરપકડ કરી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલી તુલસી એવન્યુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ટી પોસ્ટમાં કામ કરતા કેશિયર તથા કારીગરે રવિવારે રાત્રિ દરમ્યાન હોટલની કેસની રૂ. 1,33,000 રોકડ રકમ તિજોરી સહિત ઉઠાવી ગયા ની ફરિયાદ હોટલ સંચાલક હર્ષગોપાલ હસીતભાઈ દસાની દ્વારા પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
મોડી રાત્રીના સમયે હોટલમાં કેશિયર તરીકે કામ કરતો જામખંભાળિયાનો વતની યુવરાજસિંહ રણજીતસિંહ રાઠોડ તેમજ કારીગર તરીકે કામ કરતો મૂળ રાજસ્થાનનો ગોવિંદસિંહ લાડુસિંગ રાવત નામના બંને શખ્સે ટેબલના કાઉન્ટરની નીચે રાખેલી લોખંડની લોક વાળી તિજોરી રૂ. 1,33,000 રોકડ રકમ રાખેલી હતી, જે તિજોરીની ચોરી કરી લઈ ગયા હતા.
બાદમાં પીએસઆઈ એમ.એ. મોરીના માર્ગદર્શન હેઠળ નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સુમિતભાઈ શિયારે બાતમીના આધારે નાઘેડી પાટીયા પાસેથી બંને શખ્સને ઝડપી લઈ ચોરીમાં ગયેલ લોકર અને મુદામાલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફના નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, સુમિતભાઈ શિયાર, મયુરસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, ચિરાગભાઈ વિંઝુડા અને કનુભાઈ હુંબલે કરી હતી.
0 Comments
Post a Comment