શહેર-જિલ્લામાંથી ત્રણ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી પાડ્યા 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં આવેલ મારવાડી વાસમાંથી ઈંગ્લિશ દારૂના 165 નંગ ચપટા સાથે બે શખ્સને એલસીબીએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ શહેરમાં-જિલ્લામાંથી 3 નંગ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સૂચના આપેલ હોય તેમજ એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જામનગર એલસીબીના પીએસઆઈ એસ.પી. ગોહિલ સાથે સ્ટાફના માણસો જામનગર જિલ્લામાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા અને હરદીપભાઈ ધાધલને મળેલ બાતમી હકિકતના આધારે મારવાડી વાસ નંદનવન સોસાયટીમાં રહેતો વિજય દેવા સોલંકી નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો કરી ઈંગ્લિશ દારૂના 165 નંગ ચપટા કિમંત રૂ. 16,500 સાથે જાલા માલા ભાટી (રહે. મારવાડી વાસ) નામના બંને શખ્સોને ઝડપી લઈ મોટરસાયકલ જીજે 10 સીએસ 6862 કિંમત રૂ. 30,000 અને મોબાઈલ ફોન કિમંત રૂ. 5000 કુલ મળી રૂ. 51,500નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા અને ભારતીબેન ડાંગરે કરી હતી.

જ્યારે જામનગર શહેરમાં શુક્રવારે રાત્રે સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે રામનગર એસવીટી કોલેજ રોડ પરથી કાનજી નરશી દેગામા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો કરી ઈંગ્લિશ દારૂની બે નંગ બોટલ કિંમત રૂ. 1000 સાથે ઝડપાઈ જતાં કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જામનગર તાલુકાના સિક્કા એમટીએફ રોડ પર આવતા મામદશેઠની વાડી પાસેથી અનવર ઓસમાણ સુંભણીયા અને અસલમ ઈશાક સંઘાર નામના બંને શખ્સને ઈંગ્લિશ દારૂની એક નંગ બોટલ કિંમત રૂ. 500 તેમજ બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ મળી રૂ. 10,500નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.