જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં નુરી ચોકડી પાસેથી ટ્રક તથા ટ્રકમાં ભરેલ 20 લાખનો માલ સહિત કોઈ શખ્સ ચોરી કરી લઈ જતા ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં નુરી ચોકડી પાસે આવેલ ભારત પેટ્રોલપંપ પાસેથી ગત તા. 10ના ગૌતમભાઈ જેન્તીભાઈ સીંધવના નામે રજીસ્ટર જીજે 10 ટીવી 5160 નંબરનો ટ્રક કિમંત રૂ. 10,00,000 અને તેમાં ભરેલા પી.પી. દાણા 22.880 ટન જેની કિંમત રૂ. 20 લાખ કોઈ શખ્સ ચોરી કરી લઈ જતા વિનુભાઈ નરસંગભાઈ જાટીયાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ વી.આર. ગામેતી આગળની તપાસના ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment