જામનગર મોર્નિંગ - જામનગર


એસ્ટોન ટેક્સટાઈલ્સ (ઈન્ડિયા) લિ.એ નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખા નફા અને કુલ આવકમાં અનેક ગણી વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 23ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 11.39 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જ્યારે નાણાકીય વર્ષ 22ના ત્રીજા ત્રિમાસિકમાં કંપનીને રૂ. 1 લાખનું ચોખ્ખું નુકસાન થયું હતું. નાણાકીય વર્ષ 22ના ત્રીજા ત્રિમાસિકમાં કંપીની કુલ આવક રૂ. 14.25 કરોડ થઈ હતી, જેમાં કંપીનીના ઓપરેશન્સમાંથી રૂ. 3.25 કરોડની આવક થઈ હતી અને અન્ય આવકનું યોગદાન રૂ. 11 કરોડ હતું.

કંપનીએ 16મી ડિસેમ્બર 2022ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં પ્રત્યેક રૂ. 1ના ઈક્વિટી શૅર્સના 114.73 કરોડના બોનસ  ઈક્વિટી શૅર્સની ફાળવણી કરી હતી. આ ફાળવણી ફુલ્લી પેઈડ બોનસ ઈક્વિટી શૅર્સ તરીકે 9:1ના રેશિયોથી પ્રત્યેક રૂ. 1ના પ્રત્યેક 1 ઈક્વિટી શૅર્સ માટે પ્રત્યેક રૂ. 1ના 9 ઈક્વિટી શૅર્સ ઈશ્યુ કરાશે. બોનસ શૅર્સ માટેની રેકોર્ડ ડેટ 14 ડિસેમ્બર 2022 જાહેર કરાઈ છે. પરિણામે કંપનીની પેઈડ-અપ ઈક્વિટી શૅર મૂડી પ્રત્યેક રૂ. 1ના 12.74 કરોડના ઈક્વિટી શૅર્સથી વધીને પ્રત્યેક રૂ. 1ના 127.48 કરોડ થઈ છે.

પરિણામો અંગે વાત કરતાં એલ્સ્ટોન ટેક્સટાઈલ્સ (ઈન્ડિયા) લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક કુમાર ભોજકે જણાવ્યું હતું કે, ‘અમે મજબૂતીથી વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યા છીએ અને આગામી સમયમાં તિવ્ર વૃદ્ધિ માટે તૈયાર છીએ. કંપનીના મેનેજમેન્ટના વૈચારિક નેતૃત્વ અને તેમની ઊંડી સમજ કંપનીને નવી તકો અને તેમની સાચી સંભાવનાઓ શોધવા સક્ષમ બનાવે છે. કંપની ઉચ્ચતમ વ્યાવસાયિક માપદંડો પર આધારિત કટિબદ્ધતા અને મૂલ્ય પૂરું પાડે છે તથા અર્થતંત્રમાં વૃદ્ધિની તકોનો લાભ મેળવવાનો આશય છે.’

ડિસેમ્બર 2022ના અંતે 9 મહિના માટે કંપનીએ રૂ. 20.62 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીએ ગયા વર્ષે સમાન સમયમાં રૂ. 7 લાખનું ચોખ્ખુ નુકસાન કર્યું હતું. નાણાકીય વર્ષ 23ના નવ મહિના દરમિયાન કુલ આવક રૂ. 25.16 કરોડ નોંધાઈ હતી, જેમાં ઓપરેશન્સમાંથી આવક રૂ. 5.16 કરોડ થઈ હતી અને અન્ય આવકોનું યોગદાન રૂ. 20 કરોડ હતું.

વર્ષ 1985માં સ્થાપિત એલ્સ્ટોન ટેક્સટાઈલ્સ (ઈન્ડિયા) લિ. કાપડના કારોબારમાં છે, જેમાં કોટન, ઊન, આર્ટ સિલ્ક, કુદરતી સિલ્ક, રેડી-મેડ એપરલ, હોઝિયરી, સિન્થેટિક ફાઈબર અને ફેબ્રિક અને મિક્સ ફેબ્રિક્સનો સમાવેશ થાય છે. કંપનીના શૅર્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિ. (બીએસઈ), દિલ્હી સ્ટોક એક્સચેન્જ લિમિટેડ અને અમદાવાદ સ્ટોક એક્સચેન્જ લિ. (એએસઈ)માં લિસ્ટેડ છે. કંપનીનું નામ 23મી સપ્ટેમ્બર 2015માં બદલીને એલ્સ્ટોન ટેક્સટાઈલ્સ (ઈન્ડિયા) લિ. કરવામાં આવ્યું હતું, જે અગાઉ શાલિની હોલ્ડિંગ્સ લિ. તરીકે ઓળખાતી હતી.