એક શખ્સની રૂ. 9.26 લાખના મુદામાલ સાથે ધરપકડ: એક ફરાર 

જામનગર મોર્નિંગ - દ્વારકા 


દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલ કજુરડા ગામેથી  એલસીબીએ બાતમીના આધારે ઈંગ્લિશ દારૂની 2316 નંગ ઈંગ્લિશ દારૂની બોટલ કિમંત રૂ. 9.26 લાખના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લઈ જામનગરના શખ્સની શોધખોળ હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા પોલીસ વડા નીતેશ પાંડેયે સૂચના આપેલ હોય તે અન્વયે એલસીબી પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી અને એસ.એસ. ચૌહાણ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય ત્યારે વહેલી સવારે પ્રદીપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે વિજયનગર વિસ્તારમાંથી વિજયસિંહ ભીખુભા જાડેજાના રહેણાંક મકાને ઓરડીમાંથી ઈંગ્લિશ દારૂની 2316 નંગ બોટલ કિમંત રૂ. 9,26,400 અને એક નંગ મોબાઇલ ફોન કિમંત રૂ. 500 કુલ મળી રૂ. 9,26,900નો મુદામાલ કબ્જે કરી જામનગરના મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના શખ્સનુ નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે.


આ કાર્યવાહી પીઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ તથા સ્ટાફના વિપુલભાઈ ડાંગર, સજુભા જાડેજા, મસરીભાઈ ભારવાડિયા, કેશુરભાઈ ભાટીયા, અરજણભાઈ મારુ, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા, ડાડુભાઈ જોગલ, હસમુખભાઈ કટારા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ છુછર, દેવાભાઈ મોઢવાડિયા, સચિનભાઈ નકુમ, અરજણભાઈ આંબલિયા અને મેહુલભાઈ રાઠોડે કરી હતી.