કપાત લેનાર કરનાર છની શોધખોળ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના સાધના કોલોનીમાંથી બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને ક્રિકેટનો સટ્ટો રમતાં એક શખ્સને રૂ. 11,730ના મુદામાલ સાથે ઝડપી લઈ કપાત કરાવનાર છ શખ્સની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સૂચના આપેલ હોય તેમજ એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જામનગર એલસીબીના પીએસઆઈ એસ.પી. ગોહિલ સાથે સ્ટાફના માણસો જામનગર જિલ્લામાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કિશોરભાઈ પરમાર અને વનરાજભાઈ મકવાણાને મળેલ બાતમી હકિકતના આધારે સાધના કોલોનીમાં પોતાના ઘરે બેસીને ઓસ્ટ્રેલિયામાં ચાલતા બિગબેશ પર્થ અને મેલબોર્ન સ્ટાર વચ્ચે રમતા ક્રિકેટ મેચનું મોબાઈલ પર પ્રસારણ નિહાળી પોતાના મોબાઈલથી ફોન કરી મેચના રન ફેર તથા હારજીતના સોદાઓ કરી જુગાર રમી રમાડે છે તેવી હકિકત આધારે રેઈડ કરતાં દિનેશ નારણ તખતાણી પકડાઈ આવતા અને આરોપી પાસેથી રોકડ 1730 અને મોબાઈલ ફોન કિમંત રૂ. 10,000 કુલ મળી રૂ. 11,730ના મુદામાલ સાથે ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ક્રિકેટના સટ્ટામાં કપાત કરાવનાર સીતલ સિંધી, વિનકો, ભુરો, જીતુ ઉર્ફે જલારામ, ગોકલ ઉર્ફે ગોકાણી અને મુકેશ નામના છ શખ્સની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા અને ભારતીબેન ડાંગરે કરી હતી.
0 Comments
Post a Comment