જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં ઠેબા ચોકડી પાસે આવેલ જેસીઆર ડ્રાઇવ ઈન સિનેમામાં મોદી ગૃપ ઓફ સ્કૂલ દ્વારા આયોજિત  ત્રિદિવસીય  એન્યુઅલ ફંક્શન એન્ડ ઈવેન્ટમાં  ધારાસભ્ય દિવયેશભાઈ અકબરી તથા ધારાસભ્ય રિવાબા જાડેજા, મહામંત્રી મેરામણભાઈ  ભાટુ, પૂર્વ  શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ  ઉદાણીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાના નાયબ ઈજનેર અશોકભાઈ  જોશીએ ભારત સરકારના શહેરી વિકાસ  વિભાગ  દ્વારા ચાલી રહેલ સ્માર્ટ સીટી મિશન અંતર્ગત  જામનગર મહાનગર પાલિકાએ ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ-2022ના પ્રચાર પ્રસારની કામગીરીમાં સમગ્ર ગુજરાત  રાજ્ય માર્ગ સૌપ્રથમ ૧૦૦ ગુણ  મેળવેલ છે ત્યારે હજુ પણ સીટીઝન પરસેપશન સર્વે  તા-31/1/2023 સુધી અમલમાં  હોય તેમા વધુ  લોકો જોડાય  તે હેતુથી કલરફુલ  પેમફલેટ  મહાનુભાવોના હસ્તે પ્રસારીત  કરી આ ઈવેન્ટમા હાજર મોદી  સ્કૂલના શિક્ષકગણ વિધાર્થીઓ અને તેમના પરિવારજનો સહિત  અંદાજીત સાડાત્રણ થી ચાર હજાર થી વધુ લોકોની મેદનીને પોતાનો ફીડબેક આપવા  માર્ગદર્શન આપેલ છે આ પ્રસંગે મોદી ગૃપ ઓફ સ્કૂલના પારસભાઈ મોદી, જીનલ મેમ તથા  હિત સર દ્વારા ઉપસ્થિત  જામનગર શહેરના બંને ધારાસભ્ય સહિત  મહાનુભાવોને મોમેન્ટો  તથા બૂકેથી સન્માનિત કરવામાં  આવેલ છે આ ઈવેન્ટમાં સીટીઝન પરસેપશન સર્વેના પ્રચાર પ્રસાર  માટે જામનગર મહાનગરપાલિકાએ પણ સહયોગી તરીકે પોતાનો સ્ટોલ  રાખેલ છે જેની બંને ધારાસભ્ય  અને મહાનુભાવોએ મુલાકાત કરી જામનગર મહાનગરપાલિકા ટીમનો ઉત્સાહ વધારેલ  છે.