60000 થી વધુ જ્ઞાતિજનોએ સમૂહ ભોજનનો પ્રસાદ લીધો અને દાતાઓએ 11.50 કરોડ થી  વધુ દાન આપ્યું: લેઉવા પટેલ સમાજ ની વિકાસના કાર્યોની કાયાપલટ કરતા સમાજના પ્રમુખ અને કારોબારી દ્વારા કરવામાં આવી અને સમાજને વધુ ઉપયોગી થવા માટે દાતાઓએ મન મૂકી દાનનો વરસાદ કર્યો: સમૂહ જ્ઞાતિ ભોજનમાં 60,000 થી વધુ જ્ઞાતિજનોએ પ્રસાદ નો લાભ લીધો અને સમાજમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો: ત્રણ કલાકમાં જ 11.50 કરોડ થી વધુ રકમ નું દાન પ્રાપ્ત થયું જે રણજીતસાગર રોડ પર સેટેલાઈટ પાર્ટી પ્લોટ મા સમાજનું ભવ્ય સંકુલ આકાર પામશે: જામનગરમાં લેઉવા પટેલ સેવા સમાજ રંજીત નગર ખાતે સમાજ દ્વારા ભવ્ય સમૂહ ભોજન અને સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો: જેમાં લેઉવા પટેલ સમાજની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી અને રાજકીય મહાનુભાવો અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્ય અકબરી અને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી ફળદુનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમાજના ઉપસ્થિત લોકોની હાજરીમાં સમાજની અલ્ટ્રામોર્ડન એપ્લિકેશનનો લોન્ચિંગ કરવામાં આવ્યું હતું: લેઉવા પટેલ સમાજના  દાનવીરો દ્વારા મન મૂકીને કરોડો રૂપિયા સમાજને દાન આપ્યું

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં રવિવારે બપોરે લેઉવા પટેલ સેવા સમાજ રણજીતનગર ખાતે સમાજ દ્વારા ભવ્ય અને વિશાળ જ્ઞાતિ સમુહભોજન તેમજ નવનિયુક્ત રાજકીય મહાનુભાવો તથા દાતાઓનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના કેબીનેટમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ તથા લેઉવા પટેલ સેવા સમાજ જામનગરના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા તથા પૂર્વ કેબીનેટમંત્રી આર.સી. ફળદુ વગેરે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા, આ તકે મહેમાનોનું સ્વાગત, દિપ પ્રાગટ્ય તથા રાજકીય મહાનુભાવો અને દાતાઓનું સન્માન યોજવામાં આવ્યું હતું, તેમજ મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી.

રણજીતનગર લેઉવા પટેલ સેવા સમાજ ખાતે રવિવારે બપોરે ચાર વાગ્યે રાજકીય તથા જ્ઞાતિના મહાનુભાવો સહિતના મહાનુભાવો અને દાતાઓનું આગમન થયા પછી સમાજના મંત્રી લવજીભાઇ વાદીએ તમામ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને હોદ્દેદારોના હસ્તે દિપ પ્રાગટ્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, દિપ પ્રાગટ્ય બાદ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું, ત્યારબાદ રાજકીય મહાનુભાવોના સન્માન કાર્યક્રમમાં કેબીનેટમંત્રી રાઘવજીભાઇ પટેલ તથા 79-જામનગર (દક્ષિણ) ના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સમાજના સર્વે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

દાતાઓના સન્માન પછી પૂર્વ કેબીનેટમંત્રી આર.સી. ફળદુ તથા કેબીનેટમંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું અને કેબીનેટમંત્રીના હસ્તે સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાજની અલ્ટ્રામોર્ડન મોબાઇલ એપ્લીકેશનનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું, સન્માન સમારોહના અંતે સમાજના ખજાનચી કિશોરભાઇ સંઘાણીના હસ્તે આભારવિધિ કરવામાં આવી હતી.

આ સન્માન સમારોહમાં રૂા. 25 લાખથી માંડીને રૂા. 1 કરોડ ઉપરાંતના દાનની જાહેરાત કરનાર મહાનુભાવોમાં ગંગદાસભાઇ માવજીભાઇ કાછડીયા- હ. સુરેશભાઇ મહેશભાઇ તથા અતુલભાઇ કાછડીયા, રમેશભાઇ શામજીભાઇ રાબડીયા પરિવાર (અમેરિકા) (સેટેલાઇટ પાર્ટી પ્લોટ માટે એસી હોલના મુખ્ય દાતા), ગોરધનભાઇ જેરામભાઇ રાબડીયા પરિવાર હ. પ્રશાંતભાઇ રાબડીયા (વિંગ-2 એસી હોલના મુખ્ય દાતા), પ્રેમજીભાઇ પોપટભાઇ હીરપરા પરિવાર-હ. કસ્તુરબેન પ્રેમજીભાઇ હીરપરા, સ્વ. કરમશીભાઇ ભુરાભાઇ કમાણી-સ્વ. દિવાળીબેન ભોવાનભાઇ કમાણી-હ. જીતુભાઇ તથા ભોવાનભાઇ કમાણી (સેટેલાઇટ પાર્ટી પ્લોટ માટે), નવીનભાઇ મેઘજીભાઇ કોઠીયા-(કમલ ઓટો), સ્વ. રાજુભાઇ પોપટભાઇ કોઠીયા-હ. કેવલભાઇ રાજુભાઇ કોઠીયા-મિતેનભાઇ રાજુભાઇ કોઠીયા, ઉકાભાઇ રવજીભાઇ ઘાડીયા (અમેરિકા)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સમાજમાં આ તકે રૂા. 11,11,111/- નું દાન આપનાર અન્ય દાતાઓના નામો આ પ્રમાણે છે, જેમાં રમેશભાઇ વાલજીભાઇ કપુરીયા, મનસુખભાઇ પરસોતમભાઇ રાબડીયા, કૈલાસભાઇ રામોલીયા, હેમલતાબેન ધનજીભાઇ દોંગા, દિનેશભાઇ માવજીભાઇ સભાયા, સ્વ. હરિભાઇ ગોકળભાઇ કાનાણી, અશોકભાઇ વલ્લભભાઇ ભંડેરી, બિલીવ ઇન્ટરનેશનલ લીમીટેડ, રસીકભાઇ હંસરાજભાઇ કોડીનારીયા, ગંગદાસભાઇ ગોવિંદભાઇ ગજેરા, અમૃતબેન કરશનદાસ રાબડીયા, મગનભાઇ શામજીભાઇ શીયાણી, રાજુભાઇ માધાણી, પ્રવિણભાઇ લાલજીભાઇ સોજીત્રા, ધીરુભાઇ હંસરાજભાઇ શીંગાળા, અરજણભાઇ લાલજીભાઇ સોજીત્રા, ધનજીભાઇ ટપુભાઇ અજાણી, અનિલભાઇ ગોગનભાઇ કથિરીયા, હરીભાઇ પોપટભાઇ મારકણા, પરસોતમભાઇ રવજીભાઇ રાજાણી, દિપુભાઇ દેવજીભાઇ ગલાણી, ધીરુભાઇ ગોબરભાઇ સાવલીયા, મોહનભાઇ ચનાભાઇ કપુરીયા, દેવજીભાઇ કાનજીભાઇ સંઘાણી, નાગજીભાઇ નારણભાઇ ભંડેરી, દામજીભાઇ જાદવજીભાઇ અજુડીયા, નાથાભાઇ વાલજીભાઇ મુંગરા, મુળજીભાઇ પણસારા, રમેશભાઇ નથુભાઇ લીંબાસીયા, શાંતાબેન રણછોડભાઇ બુસા, મનસુખભાઇ હંસરાજભાઇ મુંગરા, છગનભાઇ મેઘજીભાઇ વિરાણી, રામજીભાઇ આંબાભાઇ ગઢીયા, વનુભાઇ વલ્લભભાઇ અજુડીયા, કેશુભાઇ મેઘજીભાઇ પાંભર, ગોરધનભાઇ ગોકળભાઇ કથિરીયા, નિલેશભાઇ આંબાભાઇ ભંડેરી, મુળજીભાઇ લાલજીભાઇ સરધારા, વાસુભાઇ ગંગદાસભાઇ નારીયા, ભરતભાઇ ધરમશીભાઇ વસોયા, જમનભાઇ ભોવાનભાઇ સોજીત્રા અને નાથાભાઇ ઘાડીયાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સમાજમાં આ તકે રૂા. 5,55,555/- નું દાન આપનાર અન્ય દાતાઓના નામો આ પ્રમાણે છે, જેમાં અશ્ર્વિનભાઇ નારણભાઇ વિરાણી, રસીકભાઇ ભગવાનજીભાઇ અજુડીયા, કિશોરભાઇ કોડીનારીયા, ભગવાનજીભાઇ વસોયા, સ્વ. મોહનભાઇ માધાભાઇ ભંડેરી, ભોવાનભાઇ ડોસાભાઇ ડોબરીયા, વલ્લભભાઇ રવજીભાઇ પ્રાગડા, મનસુખભાઇ ઘેલાભાઇ સાવલીયા, કાનજીભાઇ બોઘાભાઇ ચીખલીયા, અજીતભાઇ ચંદ્રકાન્તભાઇ પટેલ, પરસોતમભાઇ શામજીભાઇ અકબરી, કનુભાઇ પ્રેમજીભાઇ ઘાડીયા, દિલીપભાઇ મુળજીભાઇ વાદી, સ્વ. પ્રદ્યુમનભાઇ પરસોતમભાઇ નારીયાનો સમાવેશ થાય છે.

લેઉવા પટેલ સેવા સમાજના આ ભવ્ય સન્માન સમારોહમાં બોલતાં કેબીનેટમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, પૂર્વ કેબીનેટમંત્રી આર.સી. ફળદુભાઇ તથા જામનગરનું ઘરેણું ગણાય તેવા વિક્રમસર્જક લીડ સાથે ધારાસભ્ય તરીકે જામનગરમાં વિજયી બનેલા દિવ્યેશભાઇ અકબરી અને પટેલ સમાજમાં અનેકવિધ કામોને સફળતાપૂર્વક પાર પાડનાર મનસુખભાઇ રાબડીયા તેમજ રમેશભાઇ મુંગરા, ઉદાર હાથે સમાજ માટે સખાવત નોંધાવનાર મુરબ્બી ગંગદાસભાઇ કાછડીયા, વાસા વિરા પરિવાર, હીરપરા પરિવાર, કમાણી પરિવાર તથા કોઠીયા પરિવાર સહિતના સેંકડો દાતાઓએ ઉદાર હાથે સમાજના કાર્યો માટે દાન આપ્યું છે તે સર્વે દાતાઓ ઉપરાંત આગેવાનો, વડીલો અને બહેનોનો આ ભવ્ય સન્માન સમારોહના આયોજન માટે આભાર માનું છું, લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ અન્ન ભેગાં ત્યાં મન ભેગાં, એ કહેવતને સાર્થક બનાવવા આયોજીત કરેલા આ ભવ્ય સમારોહ માટે તેઓની સમગ્ર ટીમને તેમજ દાતાઓને અભિનંદન આપું છું.

કેબીનેટમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે દાયકાઓ પહેલાં સમગ્ર દેશને જે ત્રણ મુખ્ય બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમાં સૌપ્રથમ બાબત શિક્ષણની હતી, આપણે સૌએ આ મુદ્દો ધ્યાનમાં રાખી શિક્ષિત બનવું જોઇએ, આપણા સમાજમાં અત્યાર સુધી શિક્ષણ માટે ઘણું કામ થયું છે અને આગામી વર્ષોમાં પણ શિક્ષણ માટે વધુ કામ થશે અને સમગ્ર સમાજને વધુ શિક્ષિત બનાવવામાં આવશે, એવી આપ સૌ પાસે મારી અપેક્ષા પણ છે અને વિનંતી પણ છે.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, આપણે સૌ સરદાર વલ્લભભાઇ પટેલના વારસદારો છીએ, સરદાર પટેલે ત્રણ મુખ્ય વસ્તુ કહી હતી, કાળજું સિંહનું રાખો, સાચું બોલો અને ઘરની વાત ઘરમાં રાખો… સરદાર પટેલની આ ત્રણ બાબતો નોંધનીય છે, જેનું આપણે સૌએ અનુસરણ કરવું જોઇએ, આપણે સૌ માં ખોડલના સંતાનો છીએ અને વધુને વધુ પરિશ્રમથી વધુ પ્રગતિ કરીએ અને આપણાં સમાજનો એક-એક માણસ વધુને વધુ સુખી થાય એ દિશામાં આગળ વધીએ. સમાજ દ્વારા મને સહયોગ આપીને રાજ્યના કેબીનેટમંત્રીના પદ સુધી પહોંચાડવામાં આવ્યો છે એ બદલ હું સમગ્ર સમાજનો આભારી છું અને સમાજને ઉપયોગી થવાની મારી ફરજ છે, સમાજની કોઇપણ વ્યક્તિને વ્યક્તિગત અથવા ધંધો-નોકરી માટે કોઇપણ પ્રકારનું કામ હોય ત્યારે રુબરુ, ફોનથી અથવા ગાંધીનગર મારા મહેમાન બનવા સૌને આમંત્રણ છે અને આપ સૌના કોઇપણ પ્રકારના કામ માટે હું હંમેશા તૈયાર રહ્યો છું અને તૈયાર રહીશ અને આ સમારોહમાં મારું બહુમાન કરવા બદલ સમગ્ર સમાજનો આભારી છું.

લેઉવા પટેલ સેવા સમાજ જામનગરના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ આ સન્માન સમારોહમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, સમાજના આટલા મોટા પાયા પર અસંખ્ય વિકાસકામો કરવાની મને તથા અમારી સમગ્ર ટીમને આ કાર્યકાળ દરમ્યાન તક મળી છે એ અર્થમાં હું તથા અમારી સમગ્ર ટીમ નસીબદાર છીએ, આ તકે તેઓએ જણાવ્યું હતું કે, જ્ઞાતિ સમુહભોજનના આ વિશાળ કાર્યક્રમમાં અંદાજે 55 થી 60 હજાર જેટલા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તકે કેબીનેટમંત્રી રાઘવજીભાઇ પટેલ, પૂર્વ કેબીનેટમંત્રી આર.સી. ફળદુ તથા ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી સહિત આપણાં સમાજના સેંકડો મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજની પ્રત્યેક વ્યક્તિને સમગ્ર સમાજ સાથે જોડતી એપ્લીકેશનનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું, સમાજના સૌ કોઇ પરિવારો આ એપ્લીકેશન સાથે જોડાવા રજીસ્ટ્રેશન કરાવે તેવી મારી સૌને વિનંતી છે.

આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સેવા સમાજમાં મોટા પ્રમાણમાં અને સંખ્યાબંધ વિકાસકાર્યો કરવાની અમારી ટીમના કાર્યકાળ દરમ્યાન અમોને સૌને તક મળી છે તે બદલ અમો સૌ હોદ્દેદારો અમારી સમગ્ર કારોબારી સહિતના આગેવાનોને નશીબદાર ગણીએ છીએ, હાલમાં લેઉવા પટેલ સેવા સમાજ ખાતે અનેક પ્રકારના વિકાસકાર્યો ચાલી રહ્યા છે તેમાં અમારી સમગ્ર ટીમ લાંબા સમયથી રાત-દિવસ જોયા વિના વધુને વધુ વિકાસકાર્યોના આયોજન માટે અને દરેક કાર્યો ચોક્ક્સાઇપૂર્વક થાય તે માટે અમારી સમગ્ર ટીમ સતત સતર્ક રહે છે, આ ઉપરાંત આ ભવ્ય સમારોહનું આયોજન એટલા માટે ગોઠવવામાં આવ્યું હતું કે, આગામી સમયમાં અહીં રણજીતનગર પટેલ સેવા સમાજ ખાતે વધુ વિકાસકાર્યો કરવા માટે તેમજ રણજીતસાગર રોડ પર આવેલા સેટેલાઇટ પાર્ટી પ્લોટ ખાતે નવા વિકાસકાર્યોના મોટા પાયા પણ નિર્માણ માટે સમગ્ર સમાજ વતિ અમો દાતાઓને વધુને વધુ દાન આપવા માટે ઉત્સાહીત કરી શકીએ, અને અમારી સમગ્ર કારોબારીની મહેનત અને આયોજનથી ઉત્સાહીત થયેલા સેંકડો દાતાઓએ અંદાજે રૂા. ૧૧ કરોડનું ઐતિહાસિક દાન આપી આ ભવ્ય સમારોહને ચાર ચાંદ લગાવ્યા છે, સર્વે દાતાઓનો અદ્દભૂત ઉમંગ અને દાનમાં પ્રાપ્ત થયેલી ઐતિહાસિક રકમને કારણે અમારી સમગ્ર કારોબારીનો ઉત્સાહ અને આત્મવિશ્ર્વાસમાં અનેકગણો વધારો થયો છે જે બદલ અમો સૌ દાતાઓના આભારી છીએ તેમજ આટલા મોટા દાનને પરિણામે આગામી સમયમાં સેટેલાઇટ પાર્ટી પ્લોટ ખાતે સમાજના સૌ અગ્રણીઓ વધુ વિશાળ પાયા પર નવા વિકાસકાર્યોની પ્રથમ ઇંટ મૂકી શકે તે પ્રકારની સ્થિતિ સુધી સમગ્ર સમાજને પહોંચાડવા માટે સૌ દાતાઓએ આપેલા દાનનો મહત્ત્વનો ફાળો છે.

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનું સંવેદના ભર્યું ઉદ્દબોધન..

આ સન્માન સમારોહમાં બોલતાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, અન્ય સમાજમાં સંગઠ્ઠન અને ભાઇચારાની ભાવના પ્રમાણમાં ઓછી જોવા મળે છે, જ્યારે પટેલ સમાજમાં ભાઇચારા અને સંગઠ્ઠનની ભાવના ખૂબજ મોટા પ્રમાણમાં જોવા મળે છે, પટેલ સમાજની કોઇપણ વ્યક્તિ વિદેશમાં સ્થાયી થયેલી હોય તે પોતાના સમાજના અન્ય લોકોને ત્યાં વિદેશમાં બોલાવી લે છે અને સ્થાયી થવામાં મદદરુપ થાય છે, આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, પટેલ સમાજની એક બીજી ખાસીયત એ નોંધી છે કે, પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ તમામ ક્ષેત્રમાં આગળ વધી રહી છે, તેઓએ આ તકે જણાવ્યું હતું કે, આ ભવ્ય સમારોહમાં મહિલાઓની પણ મોટી ઉપસ્થિતિ જોવા મળી રહી છે, આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, આપણી સૌની જિંદગીમાં શિક્ષણનું મહત્ત્વ ખૂબજ છે, શિક્ષણને પરિણામે કોઇપણ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે, આપણે સૌ હિન્દુ સમાજમાંથી આવીએ છીએ એટલે 84 લાખ જન્મની થીયેરી મુજબ આપણને માત્ર એક જ વખત મનુષ્ય જન્મ મળે છે, અને મનુષ્ય જન્મમાં શિક્ષણ માટે આપણને 12-15 વર્ષ જ મળે છે, આ મહત્ત્વના વર્ષોને ધ્યાનમાં રાખીને સૌએ શિક્ષણમાં ધ્યાન આપવું જોઇએ. મારો પરિવાર પણ એકદમ સામાન્ય હતો, અને મારા પિતાએ મને શિક્ષણ આપ્યા બાદ તલાટીથી માંડીને વિવિધ પદની એક ડઝન સરકારી નોકરીઓ છોડીને હું આ જગ્યાએ માત્રને માત્ર શિક્ષણને કારણે પહોંચી શક્યો છું.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યના કેબીનેટમંત્રી અહીં બિરાજમાન છે અને તેઓએ તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કે તેઓનો આજે જન્મદિવસ છે, તેમના કહેવાથી સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરુધ્ધ પોલીસ તંત્ર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ દિશામાં પણ કોઇપણ અસામાજીક તત્ત્વો દ્વારા વ્યાજખોરીનો વ્યવસાય ચલાવતો હોવાની જાણકારી કોઇપણ સમયે આપ સૌ પોલીસ સુધી પહોંચાડી શકો છો.

આ ઉપરાંત તેઓએ નશાના દુષણ પ્રત્યે પણ સૌને જાગૃતિના અર્થમાં કહ્યું હતું કે, કોઇપણ પરિવાર ગમે તેટલી સંપતિ એકઠી કરે પરંતુ પરિવારની સાચી સંપતિ પરિવારના બાળકો હોય છે, એટલે આપ સૌ પણ આપના બાળકોને પુરતો સમય આપો અને આપના બાળકો કોઇ ખોટી સંગત તરફ વળી ન જાય તે માટે તેઓની દિનચર્યા પર ધ્યાન આપો અને સમગ્ર સમાજ નશાના વળગણથી દૂર રહે તે સૌના માટે જરુરી છે, કારણ કે, કોઇપણ પરિવારમાં એક વ્યક્તિને નશાની આદત લાગી જવાથી તે દુષણ સમગ્ર પરિવારની બરબાદીનું કારણ બનતું હોય છે.