જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અગાઉ ગુનામાં પકડાયેલ ઈ-ગુજકોપ ડેટામાં સર્ચ કરી ચોર ટોળકીના જામનગરના બે શખ્સો વિરૂધ્ધ ગેંગકેસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જે મિલ્કત સબંધી ગુનાઓ આચરનાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સૂચના આપેલ હોય જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી ગોહિલે સ્ટાફ સાથે જામનગર જિલ્લામાં ચોરીઓને અંજામ આપનાર શખ્સો વિરૂધ્ધ વર્ક આઉટ કરી ઈ-ગુજકોપના ડેટામાં સર્ચ કરી સીદીક ઉર્ફે ઘેટો સલીમ રાજકોટીયા (રહે. કાલાવડ નાકા બહાર, અલસફા સોસાયટી) અને સફીક ઉર્ફે દંતો અજીજ ઓસમાણ લખાણા (રહે. કાલાવડ નાકા બહાર, નેશનલ પાર્ક સોસાયટી) નામના બંને શખ્સને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા બંને શખ્સોએ જામનગર જિલ્લામાં પાંચ, દ્વારકા જિલ્લામાં બે અને પોરબંદર જિલ્લામાં એક કુલ મળી આઠ ઘરફોડ તથા સાદી ચોરીમાં સંડોવાયેલ હતા, બંનેને ઝડપી લઈ ગેંગકેસની ફરિયાદ રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી ગોહિલ અને આર.કે. કરમટા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, વનરાજભાઈ મકવાણા, અશોકભાઈ સોલંકી, નાનજીભાઈ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઈ તલાવડિયા, શરદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, શિવભદ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, ફિરોજભાઈ ખફી, હિરેનભાઈ વરણવા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, અજયસિંહ ઝાલા, કિશોરભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ જે. જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી અને બિજલભાઈ બાલસરાએ કરી હતી.