તસ્વીર - સુમિત દતાણી


આજના મોંઘવારી યુગમાં નોકરી, ધંધાર્થે તેમજ અન્ય કારણોસર પરીવારના સદસ્યો દૂર દૂર સુધી અન્ય રાજ્યો અને વિદેશોમાં વસવાટ કરતા હોય છે, જીવનનું આખરી સત્ય મૃત્યુ છે, તેવામાં કોઈના પરીજન નું અવસાન થાય ત્યારે પોતાના સ્વજનના આખરી દર્શન અને ધાર્મિક અંતિમવિધિમાં પોતાના પરિવારના સ્વજનો પહોંચી શકે, ત્યાં સુધી મૃતદેહને રાખવામાં ખુબ જ અગવડ પડતી હોય છે, કેટલાંક કિસ્સાઓમાં પોતાના પરિવારના સભ્યો અને નજીકનાં સગા સ્નેહીઓ આવા સ્વજન કે અંગતના અંતિમ દર્શનથી વંચિત રહી જતા હોવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માનવતાનું સર્વ શ્રેષ્ઠ સત્કાર્ય ભાણવડ તાલુકા આહીર કર્મચારી મંડળ જનહિતમાં લાવ્યું એમ કહી શકાય, આ સંસ્થાના સદસ્યોના આર્થિક સહયોગથી 'આઈસ શબપેટી' વિકસાવવામાં આવી છે જેને સર્વ સમાજના હિત હેતુ માટે આજરોજ ભાણવડ રીગલ રેફ્રીજરેશન માંથી ખાસ ડોનેશન રેઈટથી ખરીદ કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે ખુબ મોંઘી પડતી આ શબ પેટી માટે રીગલ રેફ્રીજરેશનના માલિક દ્વારા ખાસ ડોનેશન રેઈટથી બનાવી આપવામાં આવેલ છે. આ શબપેટી આહીર કર્મચારી મંડળના તાબામાં રહેશે અને જરૂરિયાત મંદ માટે નિઃશુલ્ક પણે આપવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ અર્જુન ગાગલીયા ની યાદી જણાવે છે.