જામનગર મોર્નિંગ - દ્વારકા 

ભાણવડ ટાઉનમાંથી બાતમીના આધારે બે મહિલા સહિત ચાર શખ્સને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ ભાણવડ પીએસઆઈ પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં  હોય ત્યારે ગીરીશભાઈ ગોજીયા અને વેજાણંદભાઈ બેરાને બાતમી મળી હતી કે ભાણવડ ટાઉનમાં બાપા સીતારામની મઢૂલીના ઓટલા પર સ્ટ્રીટ લાઈટના અંજવાળે ગંજીપતાના પાના વડે રહીમ ઉર્ફે વસીમ ઇકબાલ સમા, શોએબ બોદુ સમા, મુમતાઝ દિલાવર સમા અને રોશન ઓસમાણ હિંગોરા નામના શખ્સો જુગાર રમતા હોય જેને રૂ. 10,270ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીએસઆઈ પી.ડી. વાંદા તથા સ્ટાફના ગીરીશભાઈ ગોજીયા, કિશોરસિંહ જાડેજા, વેજાણંદભાઈ બેરા, શક્તિસિંહ ઝાલા, વિપુલભાઈ મોરી, મનહરસિંહ જાડેજા, અજયભાઈ ભારવાડિયા અને મીનાબેન નંદાણીયાએ કરી હતી.