જામનગર મોર્નિંગ - દ્વારકા 

ભાણવડ તાલુકાના મોરઝર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ ભાણવડ તાલુકામાં આવેલ મોરઝર ગામની સીમમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા હોવાની બાતમી ચિરાગસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજાને મળતા દરોડો કરી લાલજીભાઈ હરીભાઈ ભાલોડીયા, મનસુખભાઈ આંબાભાઈ રત્નપ્રભા, ચંદુભાઈ ઉર્ફે રામભાઈ ગોવિંદભાઈ પીપરોતર, દિપકભાઈ પ્રેમજીભાઈ બોડા અને મનીષભાઈ ઉર્ફે મુન્નો જીવનભાઈ કુડેચા નામના શખ્સોને ઝડપી લઈ રૂ. 11260ની રોકડ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.