સ્ટોકીઝ નીતિ કરાર ભંગ કરી માલની સપ્લાય બંધ કરતા અદાલતમાં દાવો કરાયો 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરની સોરઠ મસાલા કંપનીના ડાયરેક્ટ વેંચાણ ઉપર કાયમી મનાઈ હુકમ લાવવા રાજકોટના વેપારી જયકુમાર મશરૂએ જામનગરની અદાલતના દ્વાર ખટખટાવી કાયમી મનાઈ હુકમની માંગ સાથે અદાલતમાં દાવો દાખલ કર્યો છે. 

મળતી વિગત મુજબ જામનગરમાં સોરઠ મસાલાનું ખુબ જ નાના પાયે ઉત્પાદન કરી જયકુમાર ગિરીશચંદ્ર મશરૂને સમગ્ર ગુજરાતમાં મસાલાનું માર્કેટ ઉભું કરવા નોટરાઈઝ એગ્રીમેન્ટ કરી વતન જામરાવલ છોડી પ્રથમ જામનગર અને બાદ રાજકોટ સ્થાય થયા હતા. રાજ્યના અલગ અલગ શહેરો તથા ગામડાઓમાં સોરઠ મસાલાનું નામ ગુંજતું કર્યું હતું, કંપનીએ વધુ લાલચે વિના વાંકે રાતો રાત મસાલા સપ્લાય કરવાનું બંધ કરતા જયકુમાર મશરૂને પેઢીના દરેક ડીલર પાસૅ બાકી બિલનું પેમેન્ટ પણ અટકી પડેલું છે. બજારમાં વેપારીઓની માંગણી મુજબનો માલ આગળ સપ્લાય નહીં કરી શકતા જય કુમાર મશરૂની પેઢીને નુકશાન થયેલું છે. 

લેખિત એગ્રીમેન્ટ મુજબ કંપની સુપર સ્ટોકીઝ સિવાય અન્ય કોઈ પણને 10 વર્ષ સુધી ડાયરેક્ટ માલ આપવા કે વેંચાણ કરવા હક અધિકાર ધરાવતી નથી તેમ છતાં છેલ્લા આઠ માસથી કંપની દ્વારા પેઢીનું કામ બંધ કરી ડેરા જયકુમાર ગીરીશચંદ્ર મશરૂ દ્વારા કંપની ડાયરેક્ટ બજારમાં માલ વેચાણ કરી રહેલી હોય તેને બંધ કરવા નવા ડિસ્ટ્રિબ્યુટર બનાવતા અટકાવવા કાયમી મનાઈ હુકમ ફરમાવવા અને ડેક્લેરેશન આપવા મસાલા કંપનીના સંચાલક દિપકકુમાર ધીરજલાલ લાખાણી વિરુધ્ધ જામનગરની સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરાયો છે. કોર્ટ દ્વારા કંપનીના સંચાલકને કોર્ટમાં હાજર થવા નોટિસ ઇસ્યુ કરી છે. ફરિયાદી પેઢી તરફે એડવોકેટ ચંદ્રેશ એન મોતા, મૈત્રીબેન એમ ભુત અને નિશાબેન એચ બારોટ રોકાયેલા છે.