સૌરાષ્ટ્રની ભાતીગળ ધરતી ભાણભૂમિ ભાણવડનાં આંગણે શ્રી પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ –ભાણવડના પિસ્તાલીસ જાંબાજ વિદ્યાર્થીઓ દ્રારા ભાણવડની જ ધરતીમાં બનેલી અજોડ ઇતિહાસિક સત્ય ઘટના લોકગાયક માલદે આહિરની સબળ કંઠ અને કલમે કંડારાયુ છે , સાથે ગાયક લલીતાબેન ઘોડાદ્રા અને કલાવૃંદનો સ્વર પણ સમાવિષ્ટ થયો છે . નાટકના ડાયરેક્ટર અભિનેતા શ્રી ચેતન ટાંક જોરદાર તૈયારી કરાવી રહ્યા છે . “ વિર માંગડાવાળો અને સતી પદ્માવિત ” નું અદ્ભુત અજોડ મેગા નાટક , ભવ્યાતિ ભવ્ય રીતે રજુઆત પામશે . તા . ૭/૦૧/૨૦૨૩ , શનિવાર ના રોજ રાત્રે ૮:૦૦ વાગ્યે એક અજોડ અમૂલો અવસર લોકસંસ્કૃતિની ગૌરાંકીત ગાથાને જુવારવાનો લાખેણો અવસર પરિવાર સાથે માણવા પધારશો . શ્રી પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ – ભાણવડ તથા તપોવન વિશ્વવિદ્યાલય – ઘૂમલી નામની શૈક્ષણિક સંસ્થા નોન પ્રોફેશનલ પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થા તરીકે સમાજમાં ઉભરી રહી છે . અહિં શિક્ષણને વ્યવસાયલક્ષી નહીં પરંતુ સેવાલક્ષી દ્રષ્ટિએ જોવામાં આવે છે . ત્યારે આ સંસ્થા ૨૦ વર્ષ પૂર્ણ કરી ૨૧ માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે સંસ્થા દ્રારા લોકસંસ્કૃતિના જતન અને જાળવણી સાથે વિદ્યાર્થીઓની આગવી કળા વિકસે એ હેતુથી કેળવણીના ભાગરૂપે ખૂબ સરસ આયોજન કરાયું છે . કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા સાહેબ ( સાંસ્કૃતિક વન અને પર્યાવરણના મંત્રીશ્રી ) ના અધ્યક્ષ સ્થાને તથા શિક્ષણના ક્રાંતિકારી સંત શ્રી સમણ શ્રુતપ્રજ્ઞજી , જામનગરના સાંસદશ્રી પુનમબેન માડમ , પોરબંદરના સાંસદશ્રી રમેશભાઇ ધડુક , ઇતિહાસવિદ્ નરોતમ પલાણ સાહેબ , ડો . જયેન્દ્રસિંહ જાદવ ( શિક્ષણવિદ્ ) પોરબંદરના ઉદ્યોગપતિશ્રી પદુભાઇ રાયચુરા , શ્રી સુરેશભાઇ વેકરીયા ઉદ્યોગપતિ – રાજકોટ , ડૉ . ગ્રેહામ ડ્વાયર ( પ્રોફેસર ઓફ ઓક્સફોર્ડ યુનિકર્સિટી , ઇગ્લેન્ડ ) , જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી રાજીબેન મોરી , શ્રીમતી હિરલબા ભુરાભાઇ જાડેજા ( ફસ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ) અધ્યક્ષશ્રી કલાપ્રતિષ્ઠાન રમણીકભાઇ ઝાપડિયા , જિલ્લાના હોદેદારો , કર્મચારીઓ , શિક્ષકો તેમજ જુદા જુદા મહત્વના ક્ષેત્રોના કાર્યકરો વગેરે જેવા મહત્વના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે . આ આયોજનની સાથો સાથ 30 % ના કન્સેશન સાથે જુદા જુદા 25 જેટલા પ્રકાશનોના પુસ્તકોનો ‘ ભાતિગળ પૂસ્તક મેળો ’ તેમજ સરસ્વતી વોલન્ટરી બ્લડ બેંક – જામનગરથી “ બ્લડ ડોનેશન કેમ્પ ” નું આયોજન કરવામાં આવેલ છે . જેનો સમય સાંજે ૬:૦૦ વાગ્યાથી ૧૧:૦૦ વાગ્યા સુધીનો રહેશે.