જામનગર મોર્નિંગ - ભાણવડ તા.19 : ભાણવડના શહેરના બાયપાસ રોડ પર શ્રી એમ.વી.ઘેલાણી ગર્લ્સ સ્કુલ સામેની સાઈડમાં સેન્ટ્રલ બેંક નજીક એક મોટર કાર ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં ફસાઈ હતી. ભાણવડના મુખ્ય બાયપાસ રોડ પર સેન્ટ્રલ બેંક પાસેથી પસાર થતા રોડ પર ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું આવેલ જેમાં I20 કારનું આગળનું ટાયર ઘુસી ગયું હતું જે બાદમાં લોકોના ટોળાંએ એકત્રિત થઈને ઉપાડીને કારના ટાયરને બહાર કાઢ્યું હતું. ત્યારે હાજર લોકોએ જણાવ્યું હતું કે પાલિકાની બેદરકારીને લીધે આવા અનેક અકસ્માતો થાય છે જે અંગે પાલિકાએ ગંભીરતા પૂર્વક વિચારવું જોઈએ.