જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત) 

ભાવનગર પોલીસે એક શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ આ મોટરસાયકલ દેનાર શખ્સનુ નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લા પોલીસ વડા ડો. રવીન્દ્ર પટેલે મિલ્કત સબંધિત ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે અન્વયે એલસીબી પીઆઈ પી.બી. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એચ. શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા પેરોલફર્લો સ્કવોડના પીએસઆઈ કે.એમ. પટેલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં  હોય તે દરમ્યાન બાતમી મળી હતી કે ભાવનગર-રાજકોટ રોડ ખોડીયાર મંદિર ચોકડી પાસેથી પ્રતાપ વલ્લભ પરમાર (રહે. સોડવદરા, વરતેજ) નામના શખ્સને ડીડી 03 ઈ 5348 નંબરના ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપાઈ જતાં પૂછપરછ હાથ ધરતા આ મોટરસાયકલ વનરાજ પરમાર (રહે. થોરાળી) નામના શખ્સે આપેલ હોય જેની શોધખોળ હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.બી. જાદવ, પીએસઆઈ કે.એમ. પટેલ, બી.એચ. શીંગરખીયા, પી.બી. જેબલીયા તથા સ્ટાફના જયદાનભાઈ લાંગાવદરા, અનિરુધ્ધસિંહ ગોહીલ, હરેશભાઈ ઉલ્વા, હિરેનભાઈ સોલંકી, બીજલભાઇ કરમટીયા, હરીચંન્દ્રસિહ ગોહીલ, શક્તિસિહ સરવૈયા અને પ્રજ્ઞેશભાઈ પંડયાએ કરી હતી.