જામનગર મોર્નિંગ - જામનગર( રાજેશ પરમાર)
તા. ૨૬ મી જાન્યુઆરીના રોજ ચોવીસમો સમૂહ લગ્નોત્સવના સમારંભ અધ્યક્ષ જશરાજભાઇ પરમાર, સમૂહ લગ્નના પ્રમુખ રમેશભાઇ નકુમ તથા ઉપપ્રમુખ પી.પી. પરમાર અને પુનિતભાઇ ખાણધરની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારમાં નાયબ મુખ્ય દંડકની જવાબદારી નિભાવતા જગદીશભાઇ મકવાણા, આમંત્રિત મહાનુભાવો તરીકે માવજીભાઇ પી. નકુમ, જામનગર ૭૮-વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગર મહાનગર પાલિકાના મેયર બીનાબેન કોઠારી, જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષભાઇ કટારીયા, ડે.મેયર તપાભાઇ પરમાર, મનસુખભાઇ ખાણધર - પૂર્વ ડે.મેયર, હસમુખભાઇ કણજારીયા ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય સોનલબેન કણજારીયા - કોર્પોરેટર જે.એમ.સી. નયનાબેન પરમાર - ઉપપ્રમુખ - જીલ્લા પંચાયત (જામનગર) વગેરે મહાનુભાવોએ હાજરી આપેલ. આ સમૂહ લગ્નોત્સવમાં રર નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડી નવજીવનની શરૂઆત કરી. જગદીશભાઈ મકવાણા તથા ધારાસભ્ય રીવાબા જાડેજાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ગુલાબનગર દ્વારા યોજાતા સમૂહ લગ્ન આજના સમાજની જરૂરિયાત છે તેમજ આજના મોંઘવારીના સમયમાં સમાજની દીકરીઓ માટે આ આશિર્વાદ સમાન છે. છોટે હરીદ્વાર રામરોટી આશ્રમના મહંત દેવશી બાપા દ્વારા નવદંપતિને સુખી લગ્નજીવનના આશિર્વાદ આપવામાં આવેલ. આ સમૂહ લગ્નને સફળ બનાવવા સતવારા સમાજ ગુલાબનગરના તમામ હોદ્દેદારઓ, કારોબારી સભ્યોઓ, ટ્રસ્ટીઓ તથા સમૂહ લગ્ન સમીતીના તમામ સભ્યોઓએ ખૂબ જ જહેમત ઉઠાવેલ. આ સમૂહલગ્નના સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સમૂહલગ્નના ઉપપ્રમુખ પી.પી. પરમારે કરેલ.
0 Comments
Post a Comment