જામનગર મોર્નિંગ - જામનગર 

સમગ્ર ગુજરાતમાં હાલ વાદળો ઘેરાયા છે, વાતવરણ વાદળછાયું બન્યું છે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડ્યા છે, ત્યારે જામનગરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. લોકોને હાલ ઠંડી અને વરસાદ બંનેનો અનુભવ થઈ રહ્યો છે, બેવડી ઋતુ હોવાથી તાવ, શરદી-ખાંસીના વાયરલ રોગોમાં પણ વધારો થયો છે. આ વાતવરણથી ખાસ ખેડૂતો ચિંતામાં મુકાયા છે, તેમને શિયાળુ પાકમાં નુકસાન જાય તેવી ભીતિ ઉભી થઇ છે. હવામાન વિભાગથી મળતી માહિતી મુજબ જામનગરમાં ભેજવાળું વાતવરણ હતું, ખુબ જ ઠંડી પડી રહી છે તેવામાં વરસાદ વરસતા લોકો ઠંડીથી ઠુંઠવાયા હતા.