શેરીમાં પડેલ મોટરસાયકલ પણ હંકારી ગયા 


જામનગર મોર્નિંગ - જામનગર
 

ધ્રોલમાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ અને શેરીમાં પડેલ પાડોશીનું મોટરસાયકલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આવેલ રાધેપાર્ક સોસાયટીમાં રહેતા જયદીપ વિજયભાઈ રાવલના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા શખ્સો દરવાજાના નકૂચા પર લાગેલ તાળું તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂ. 1,69,500 તથા સંદીપભાઈ અગ્રાવતનું શેરીમાં પાર્ક કરેલ જીજે 10 એએલ 0691 કિમંત રૂ. 15,000 કુલ મળી રૂ. 1,84,500ના મુદામાલની  ચોરી કરી નાસી જતાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ પી.જી. પનારા તપાસ ચલાવી રહ્યા છે.