બે દરોડામાં 1186 બોટલ કબ્જે: એક શખ્સ ઝડપાયો: નામચીન બુટલેગરની શોધખોળ હાથ ધરી 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર એલસીબીએ દારૂના ધંધાર્થી પર તવાઈ બોલાવી લાખાબાવળમાંથી 971 અને ગાંધીનગરમાંથી 215 નંગ ઈંગ્લિશ દારૂની બોટલો કબ્જે કરી એક શખ્સને ઝડપી લઈ અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે. 

જામનગર જિલ્લામાં પ્રોહી જુગારના કેસો શોધવા અંગેની ડ્રાઈવનું આયોજન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી દારૂ જુગારના કેસો શોધી કાઢવા એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અજયસિંહ ઝાલા અને ભગીરથસિંહ સરવૈયાને મળેલ ખાનગી હકિકતના આધારે જામનગર તાલુકાના લાખાબાવળ ગામના પાટીયા પાસે આવેલ શિવાલીક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયાના મકાનમાંથી ઈંગ્લિશ દારૂની 971 બોટલ કિંમત રૂ. 3,88,400 અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,88,900નો મુદામાલ કબ્જે કરી સપ્લાયર નામચીન બુટલેગર પ્રફુલ ઉર્ફે પાગો ભાનુશાળી (રહે. દિ. પ્લોટ 54) નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં હિતેન્દ્રસિંહ જાડેજા અને દિલીપભાઈ તલાવડીયાને મળેલ બાતમીના આધારે જામનગર શહેરમાં આવેલ મોમાઈનગર શેરી નંબર 3 માં રહેતા મયુરસિંહ ભરતસિંહ જેઠવાના કબ્જાનો ઈંગ્લિશ દારૂ 215 નંગ રૂ. 86,000 ગાંધીનગર પાછળ બાળકોના સ્મશાનથી આગળ બાવળની કાંટમાંથી મળી આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલસરા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.