જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.08 : ગરીબી રેખા હેઠળ આવતા અને મધ્યમવર્ગીય પરિવારોને રૂપિયા ૧૦ લાખ સુધીની આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ અમલી બનાવાયુ છે . જેમાં 1.36 લાખ આયુષ્યમાન કાર્ડ એનરોલમેન્ટ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા નંબરે રહ્યો છે . કુલ 1.74 લાખ કાર્ડ બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો . તે પૈકી 78.07 ટકા એટલે કે 1.36 લાખ કાર્ડ લાભાર્થીઓને આપી દેવામાં આવ્યા હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મીઓની કાબિલેદાદ કામગીરીથી જીલ્લાને ગુજરાતમાં ગૌરવ સમું સ્થાન મળ્યું છે.