તસ્વીર - સુમિત દત્તાણી


જામનગર મોર્નિંગ - ભાણવડ


ભાણવડ પોલીસે રહેણાંક મકાનમાં દરોડો કરી ઈંગ્લિશ દારૂની આઠ બોટલ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ પાછતર ગામે રહેતા પરેશ નારણ કોડિયાતર નામના શખ્સના રહેણાંક મકાનમાં બાતમીના આધારે ભાણવડ પોલીસે દરોડો કરી ઈંગ્લિશ દારૂની આઠ નંગ બોટલ કિમંત રૂ. 4000નો મુદામાલ કબ્જે લઈ આરોપી હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી છે.