જામનગર મોર્નિંગ - કાલાવડ (ભરત રાઠોડ)

કાલાવડ તાલુકામાંથી પોલીસે બાતમીના આધારે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 11 નંગ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ એકને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામે રહેતો લગધીરસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના રહેણાંક માંકનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે રાખ્યો હોવાની બાતમી પીએસઆઈ એચ.બી. વડાવીયા અને ગોપાલભાઈ ચાવડાને મળતા દરોડો કરી ઈંગ્લીશ દારૂની રૂ. 5500 કિમંતની 11 નંગ ઝડપી લઈ કાલાવડ તાલુકાના ટોડા ગામનો મીતરાજસિંહ નામના શખ્સનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.  

આ કાર્યવાહી પીએસઆઈ એચ.વી. વડાવીયા તથા સ્ટાફના કુલદીપસિંહ જાડેજા, માલદેવસિંહ જાડેજા, ગોપાલભાઈ ચાવડા, અશ્વિનભાઈ પરમાર અને નીરજભાઈ મુંધવા દ્વારા કરવામાં આવી હતી.