- ડબ્લ્યુ પ્રતિક્ષા હોસ્પિટલ, ગુડગાંવ હવે મરેંગો એશિયા હોસ્પિટલ, ગુરુગ્રામ તરીકે ઓળખાશે
- મરેંગો એશિયા હોસ્પિટલ્સે ગુરુગ્રામ અને ફરીદાબાદમાં તેની હાજરી સાથે દિલ્હી એનસીઆરમાં હોસ્પિટલની બેડ્સ 800 સુધી વધારી
- મરેંગો એશિયા હોસ્પિટલ્સ હાલમાં દિલ્હી એનસીઆર અને ગુજરાત પ્રદેશમાં તેની 4 હોસ્પિટલોના નેટવર્કમાં 1,500 થી વધુ બેડનું સંચાલન કરે છે
જામનગર મોર્નિંગ - જામનગર
મરેંગો એશિયા હોસ્પિટલ્સે ગુરુગ્રામમાં 250 બેડ્સની સુવિધા ધરાવતી ડબ્લ્યુ પ્રતિક્ષા હોસ્પિટલમાં 100% હિસ્સો હસ્તગત કરીને દિલ્હી એનસીઆરમાં તેની હાજરી વિસ્તારી છે. મરેંગો એશિયા હેલ્થકેર માન્યતા પ્રાપ્ત, ક્લિનિકલી અગ્રેસર રહેલી હોસ્પિટલોને મરેંગો એશિયા હોસ્પિટલ્સ બ્રાન્ડ હેઠળ કામ કરવા માટે એકીકૃત કરવા માટે હસ્તગત કરે છે અથવા ભાગીદારી કરે છે. હોસ્પિટલની ચેઈન તૃતીય અને ચતુર્થાંશ સંભાળ પૂરી પાડવા, તબીબી વિશેષતાઓમાં 'શ્રેષ્ઠતા કેન્દ્રો' બનાવવા અને 'પેશન્ટ ફર્સ્ટ' અભિગમ અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.ડબ્લ્યુ પ્રતિક્ષા હોસ્પિટલ ગુરુગ્રામના સેક્ટર 56માં ગોલ્ફ કોર્સ એક્સ્ટેન્શન રોડના પ્રાઈમ લોકેશન પર આવેલી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલ એનએબીએચ સર્ટિફાઈડ છે અને સ્થાનિક લોકોને સેવાઓ પૂરી પાડે છે જેનો લાભ વિદેશી દર્દીઓ પણ મેળવે છે.
મરેંગો એશિયા હેલ્થકેર ફરીદાબાદમાં હાલ 550 બેડની હોસ્પિટલનું સંચાલન કરે છે. ગુરુગ્રામ અને ફરીદાબાદ વચ્ચે દૈનિક ધોરણે અઢી લાખ લોકો આવનજાવન કરે છે ત્યારે બે મરેંગો એશિયા હોસ્પિટલ્સ સ્થાનિક લોકોને ગુણવત્તા સભર તબીબી સેવાઓ પૂરી પાડવા માટે એક કેન્દ્રીય સ્થળ તરીકે ઊભરી આવશે.
મરેંગો એશિયા હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ ડો. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે ડબ્લ્યુ પ્રતિક્ષા હોસ્પિટલના હસ્તાંતરણથી શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ ઓફર કરવાની અને દિલ્હી એનસીઆર તથા તેની આસપાસના વિસ્તારોના દર્દીઓને સારવાર પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર થાય છે. આ હોસ્પિટલ એકમમાં 100થી વધુ બેડ્સના તાજેતરના વિસ્તરણથી અમે હવે વધુ સબ-સ્પેશિયાલિટી અને એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ ઓફર કરી શકીશું જે મરેંગો એશિયા હોસ્પિટલ્સ ગ્રુપની ઓળખ છે.
ઈન્ડિયમ કેપિટલ એડવાઈઝર્સ અને સ્ટ્રેટેજ લો પાર્ટનર્સ આ સોદામાં મરેંગો એશિયા હેલ્થકેરના એક્સક્લુઝિવ એડવાઈઝર્સ હતા.
0 Comments
Post a Comment