જામનગર મોર્નિંગ - જામનગર 

ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ સંચાલીત 45 દિગ્વિજય પ્લોટ ખાતે આવેલ ઓશવાળ સ્કૂલમાં 26 જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે એજ્યુકેશન સમીતીના સંદીપભાઈ શાહ, દર્શકભાઈ નાગડા, હિતેશભાઈ ચંદરીયા, દક્ષાબેન હરીયાની ઉપસ્થિતીમાં ધ્વજવંદન લતાબેન માલદેના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રંસગે બેંક ઓફ બરોડા દિગ્વિજય પ્લોટ શાખામાંથી જોઈન્ટ મેનેજર મંજુબેન ચક્રવતી, સનીયા તબ્બસુમ, વીણા ચુડાસમા તેમજ વીમલ શાહ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ નિહાળી બાળકોને બિરદાવ્યા હતા. 

પ્રસંગને અનુરૂપ દેશભક્તિના કાર્યક્રમ તેમજ વક્ત્વ્યો આપવામાં આવ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રિન્સીપાલ રાગીણીબેન પાટલીયા, રાધિકાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સમાપન બાદ વિધાર્થીઓને મીઠા સાટાનું વિતરણ કરવામાં આવ્યું હતું.