ચાર આસામી પાસેથી રૂ. 3.40 લાખ શેરવી લીધા હતા
જામનગર મોર્નિંગ - જામનગર
લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતા ત્રણ અને જામનગરના એક આસામીને ઇન્કમટેક્ષ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી રૂ. 3.40 લાખની છેતરપીંડી આચરનાર શખ્સને સીટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લામા લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા વિપુલભાઈ કરસનભાઈ પરમાર તેમજ ગજણા ગામમાં જ પરચુરણ માલ સામાનની દુકાન ચલાવતા ધર્મેન્દ્ર ગીરી લાભુગીરી ગોસાઈ છેતરપિંડીનો ભોગ બન્યાનું સામે આવ્યું છે. તેઓએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં મૂળ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના વતની અને હાલ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા વિશાલ હેમત કણસાગરા સામે ફરિયાદ દાખલ કરવી છે. જેમાં જણાવ્યું કે ધર્મેન્દ્રગીરી ગોસાઈને તેના પુત્રને ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી અપાવી દેશે તેવી આરોપી વિશાલ કણસાગરાએ લાલચ આપી હતી, અને એક લાખ રૂપિયા પડાવી લીધા હતા.
જયારે રિક્ષા ચાલક વિપુલભાઈ પરમાર પાસેથી પુત્રને નોકરી આપવા આવી દેવાના બહાને 90,000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ કોઈ પણ પ્રકારની નોકરી ન આવતા પોતે છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું. આથી ફરિયાદીએ રૂપિયાની માંગણી કરતા આરોપીએ હાથ ઊંચા કરી દીધા હતા. જેને પગલે મામલો સીટી સી ડીવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
ઉપરાંત લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતા રમેશગીરી પ્ર્ભુતગીરી ગોસાઈ પાસેથી રૂ. 1,00,000 તેમજ પોલીસ હેડક્વાટર પાછળ રહેતા જીતેન્દ્રભાઈ નાથાભાઈ વકાતર પાસેથી રૂ. 50,000 લઈ કુલ રૂ. 3,40,000ની ઈન્કેમટેક્ષમાં નોકરી આપવાની લાલચ આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરનાર સામે સીટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બાદમાં સીટી સી ડીવીઝન પોલીસે પીઆઈ પી.એલ. વાઘેના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી મૂળ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામનો હાલ જામનગર ખોડીયાર કોલોનીમાં એન.આર.આઈ. બંગલો ખાતે રહેતો વિશાલ હેમંત કણસાગરા નામના શખ્સને ઝડપી લઈ આગળની તપાસ પીએસઆઈ એસ.એમ. સીસોદીયા તથા પીએસઆઈ એચ.ડી. હીંગરોજા ચલાવી રહ્યા છે.
તેમજ સીટી સી ડીવીઝન પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે ઉપરોક્ત શખ્સે કોઈપણ વાલીને કે યુવાનોને નોકરી આપવાની લાલચ આપી છેતરપીંડી આચરી હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે.
0 Comments
Post a Comment