જામનગર મોર્નિંગ - ખંભાળિયા
કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા વિરમદેવસિંહ માનસંગ જાડેજા નામના 22 વર્ષના ગરાસીયા તેના ભત્રીજા કુલદીપસિંહ હનુભા જાડેજા સાથે જી.જે. 03 એચ.પી. 5522 નંબરના મોટરસાયકલ પર બેસીને માંગરીયાથી ભાટીયા જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુર-ભાટિયા રોડ ઉપર પુરપાટ જઈ રહેલી સફેદ કલરની એક મોટરકારના ચાલકે વિરમદેવસિંહના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે વિરમદેવસિંહ તથા કુલદીપસિંહને શરીરના જુદા-જુદા ભાગોમાં ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.અકસ્માત સર્જી, આરોપી અજાણ્યો કારચાલક પોતાના વાહન સાથે નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે વિરમદેવસિંહ જાડેજાની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
0 Comments
Post a Comment