સપ્લાયર અને ડીલેવરી લેનારનું નામ ખુલતા શોધખોળ હાથ ધરી 

જામનગર મોર્નિંગ - જામનગર 

મધ્યપ્રદેશ રાજ્યમાંથી હથિયારો લાવી જામનગરના દરેડમાં વેચવાનો મનસૂબો ધરાવતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે એક દેશી તમંચો અને એક કાર્ટીઝ જપ્ત કરી જામનગર એલસીબીએ સપ્લાયર તેમજ ડીલેવરી લેનારની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ અમેરિકા જેવા દેશમાં લોકોના ઘરમાં હથિયાર હોય તે ખૂબ સામાન્ય બાબત છે, પરંતુ ભારતમાં પરવાનગી વિના હથિયારો લઈને ફરવું કે હથિયાર રાખવું ગુનાહિત કૃત્ય છે અને જેના માટે કાર્યવાહી પણ સતત કરવામાં આવતી હોય છે. 

તેવામાં જામનગરના દરેડમાંથી હથિયાર મળી આવ્યું હતું, જામનગર એલસીબીના ભગીરથ સરવૈયા, દિલીપભાઈ તલાવડીયા અને દોલતસિંહ જાડેજાને બાતમી મળી હતી કે મુળ મધ્યપ્રદેશનો અને હાલ દરેડમાં રહેતો મહેન્દ્ર રાજકુમાર ભગવાનદાસ ખંગાર નામનો શખ્સ એક નંગ દેશી તમંચો કિંમત રૂ. 10 હજાર લઈને દરેડ બસ સ્ટેન્ડ પાસે ઉભો હોય જેને તમંચા તથા એક જીવતા કાર્ટીઝ સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ હથિયાર મુળ મધ્યપ્રદેશનો હાલ દરેડમાં રહેતો મીઠુલાલ ભયાલાલ અહીવાલ નામના શખ્સે સપ્લાય કર્યું હોય અને મહેન્દ્ર આ હથિયાર દરેડમાં રહેતા દિનેશ ઉર્ફે દિપક જેઠાભાઈ ગોહીલએ મંગાવેલ હોય જેને ડીલેવરી કરે તે પહેલા જ મહેન્દ્ર ઝડપાઈ જતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે સપ્લાયર તેમજ ડીલેવરી લેનારને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહીલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ફિરોજભાઈ ખફી, અજયસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલસરા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.