આવક ૧૬ ટકા વધી પ્રોત્સાહક ક્વાર્ટલી પરીણામો જાહેર કરાયા
જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)
અદાણી ટ્રાન્સમિશન લિ.ના નાણાકીય વર્ષ-૨૩ના ત્રીજા કવાર્ટરના એકીકૃત પરિણામો જાહેર થયા છે જેમાંESGના તેના મજબૂત લક્ષ્ય તરફ આગળ વધતી અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) PATમાં ૭૩% વધારા સાથે તેના વ્યવસાયિક પ્રદર્શનમાં સુધારો થયો છે. નાણા વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં રોકડ નફો ૩૪% વધી રૂ. ૯૫૫ કરોડ આ સમય ગાળામાં રૂ. ૪૭૮ કરોડનો PAT, YoY ૭૩% વધ્યો: ત્રીજા ક્વાર્ટરનો EBITDA વાર્ષિક ધોરણે ૨૯% વધીને રૂ. ૧,૭૦૮ કરોડ થયો હતો.
નાણાંકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરની નાણાકીય ગતિવિધી (yoy) એકીકૃત આવક ૧૬ ટકા વધીને રૂ.૩,૦૩૭ કરોડ થઈ. એકીકૃત ઓપરેશ્નલ EBITDA(1) રૂ.૧,૩૧૮ કરોડ EBITDA ૭% વધી રુ. ૪,૩૯૫ કરોડ એકીકૃત રોકડ નફો ૭ ટકા વધીને રૂ.૨૪૩૩ કરોડ થયો. રૂ.૪૭૮ કરોડના કોન્સોલિડેટેડ PAT એ ૭૩% નો મજબૂત ઉછાળો નોંધાવ્યો હતો, જેને નિયમનકારી હુકમથી રૂ. ૨૪૦ કરોડની એક વખતની આવક દ્વારા મદદ મળી હતી.
એકીકૃત રોકડ નફામાં ૩૪% વધારા સાથે રુ.૯૫૫ કરોડ નાણાંકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરની ઓપરેશ્નલ ગતીવિધી:
ટ્રાન્સમિશન વ્યવસાય નાણાંકીય વર્ષ-૨૩ના ત્રીજા ક્વાર્ટરમાં ઓપરેશ્નલાઇઝ્ડ ૩૭૧ ckm : કુલ ટ્રાન્સમિશન નેટવર્ક ૧૮,૭૯૫ ckm થયું. જામ ખંભાળિયા ટ્રાન્સકો (JKTL) અને WRSS XXI (A) લાઇન સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવી હતી. ૯૯.૭૫ ટકા મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપલબ્ધ વિતરણ વ્યવસાય (AEML) પુરવઠાની વિશ્વસનીયતા ૯૯.૯% પર જાળવી રાખી (ASAI) વાર્ષિક ૪%ના ધોરણે ઉર્જા માંગ (વેચેલા એકમો) વધીને ૨,૧૬૯ મિલિયન એકમ વિતરણ નુકસાન ઘટાડીને ૫.૬૦% કરવામાં આવ્યું હતું, અને એકત્ર કાર્યક્ષમતા ૧૦૦% થી વધુ છે.
તાજેતરના સમયગાળામાં કોલસાના ભાવ અને વીજળીના ખરીદી ખર્ચમાં વધારાની અસર માસિક બિલિંગમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ' (FAC) વસૂલાત દ્વારા આંશિક રીતે સરભર કરવામાં આવી છે. ૭૪.૯%ના દરે ડિજિટલ ચૂકવણી સાથે ગ્રાહક-કેન્દ્રિત પહેલ ચાલુ છે.
તાજેતરમાં વિકાસ, સિધ્ધિઓ અને એવોર્ડઝ:
"શ્રેષ્ઠ લાંબાગાળાની વ્યૂહરચના - પાવર ઇન્ડસ્ટ્રી" ની શ્રેણીમાં વર્લ્ડ સસ્ટેનેબિલિટીએ ગ્લોબલ સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ આપ્યો છે. ફ્રોસ્ટ એન્ડ સલીવાન સંસ્થા તરફથી શ્રેષ્ઠ-ઇન-ક્લાસ લાંબા ગાળાની વ્યવસાય પ્રેક્ટિસ માટે એનલાઇટન્ડ ગ્રોથ લીડરશિપ એવોર્ડ ૨૦૨૨ ક્વાર્ટર દરમિયાન કામગીરી કરવા માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં શ્રેષ્ઠતા માટે (ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટર શ્રેણીમાં બ્રોન્ઝ પ્લેક) (રૂ. ૫૦૦ કરોડથી વધુના ટર્નઓવર માટે) ICAIના એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા.
એસેટ ESG કોર્પોરેટ એવોર્ડ્સ ૨૦૨૨ માં પ્લેટિનમ એવોર્ડ વિજેતા વાપરવામાં આવતા પાણી કરતા વોટર ક્રેડિટ વધારે છે તે દર્શાવતો DNV તરફથી નેટ વોટર પોઝીટીવ સર્ટિફિકેશન પ્રાપ્ત કરેલ છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) તરફથી એનર્જી, માઈનિંગ અને હેવી મેન્યુફેક્ચરિંગ શ્રેણીમાં ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામ (CAP) ૨.૦° ઓરિએન્ટેડ એવોર્ડ. • અદાણી ટ્રાન્સમિશને ૨૦૫૦ સુધીમાં નેટ ઝીરો બનવા સંકલ્પબધ્ધ છે, માપી શકાય તેવી ક્રિયાઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગને પૂર્વ ઔદ્યોગિક સ્તરોથી ઉપર ૧.૫ °C સુધી મર્યાદિત કરે છે અને વધુમાં SDG 7 (પોષાય તેવી અને સ્વચ્છ ઊર્જા) માટે યુએન એનર્જી કોમ્પેક્ટ પર સહીકર્તા બન્યું છે.
0 Comments
Post a Comment