જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ભાણવડમાં આવેલી બીએસએનએલ કચેરી કમ્પાઉન્ડમાંથી ગત સપ્તાહ દરમિયાન કેબલ વાયર સહિતના મુદ્દામાલની ચોરી થવા સબબ પોલીસ ફરિયાદ નોંધાય હતી બાદમાં દ્વારકા એલસીબીએ એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલી બીએસએનએલ ઓફિસ તેમજ ક્વાર્ટરના કમ્પાઉન્ડમાંથી ગત તારીખ 25 જાન્યુઆરીથી તારીખ 28 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અંદર પ્રવેશી અને જુદા જુદા સ્થળેથી કુલ રૂપિયા 28,000 ની કિંમતના જુદા જુદા તાંબાના કેબલ વાયર તેમજ બંધ હાલતમાં રહેલી જૂની સબમર્સીબલ મોટર કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ભાણવડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી બાદમાં દ્વારકા એલસીબીના કેશુરભાઈ ભાટીયા અને દેવાભાઈ મોઢવાડીયાએ બાતમીના આધારે ભાણવડમાં રામેશ્વર પ્લોટમાં રહેતો ઈકબાલ ઉર્ફે ભોલો દાઉદ હિંગોરજા નામના શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ કે.કે. ગોહીલ, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ તથા સ્ટાફના કેશુરભાઈ ભાટીયા, અરજણભાઈ મારુ, સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, લાખાભાઈ પિંડારીયા, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવીંદભાઈ કરમુર, દેવાભાઈ મોઢવાડીયા, મસરીભાઈ છુછર, સચીનભાઈ નકુમ, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને વિશ્વદિપસિંહ જાડેજાએ કરી હતી.