જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરસનભાઈ આંબલીયા તથા મુન્નાભાઈ લગારીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાવલના હનુમાનધાર વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપત્તા વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા મોહન અરશી સોલંકી, દેવશી હમીર જમોડ, કેશુ બાબુ ગામી, મોહન ઘેલાભાઈ પરમાર, જેઠા ગંધાભાઈ ગામી, બાલુ લખમણ ગામી, રમેશ લખમણ ગામી, ભરત રામા સોલંકી અને નાનજી હરદાસ સોલંકી નામના નવ શખ્સોને ઝડપી લઈ, રૂ. 14370 રોકડા તથા રૂપિયા 6,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 20,870 નો મુદ્દામાલ કબજે કરી, પી.એસ.આઈ. એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.