જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


ખંભાળિયાના દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલી આશરે ચાર સદીથી વધુ પ્રાચીન એવી શ્રીનાથજીની હવેલી ખાતે સોમવાર તારીખ 13 મી ફેબ્રુઆરીના રોજ પાટોત્સવ દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શ્રીનાથજીની હવેલીમાં પાટોત્સવ પ્રસંગે સાંજે 5 થી 8 દરમિયાન ગોવર્ધન ઉત્સવના દર્શન થશે. જેનો લાભ લેવા હવેલીના મુખ્યાજી દ્વારા સર્વે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે.