જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


 
ખંભાળિયામાં નેતા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયા શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંની બ્લડ બેન્ક ખાતે યોજવામાં આવેલા આ બ્લડ કેમ્પમાં 41 રક્તદાતાએ રક્તદાન કરી, સેવાની જ્યોત જલાવી હતી.

     આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર, જિલ્લા યુવા ભાજપના પ્રભારી કુલદીપસિંહ ચુડાસમા, શહેર યુવા ભાજપના પ્રમુખ મોહિત પંડ્યા, મહામંત્રી રાજ પાબારી, શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, મુકેશભાઈ કાનાણી, ભવ્ય ગોકાણી, દેવ શાહ, ભૌમિક ત્રિવેદી, ભાવિન છનુરા, અશોકભાઈ કાનાણી, બ્લડ બેંકના ઇન્ચાર્જ મુકેશભાઈ તન્ના સહિતના આગેવાનો ઉપસ્થિત રહી જરૂરી સાથ સહકાર આપ્યો હતો.

     આ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા માટે ખંભાળિયા શહેર યુવા ભાજપની ટીમે નોંધપાત્ર જેહમત ઉઠાવી હતી.