જામનગર મોર્નિંગ - જામનગર 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી મીઠાપુર રેલવે સ્ટેશન પાસેથી થોડા દિવસો પહેલા મોટરસાયકલ ચોરી કરનાર જામનગરના શખ્સને જામનગરની એલસીબીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ મયુરનગર વામ્બે આવાસ પાસેથી જામનગર એલસીબીના કિશોરભાઈ પરમાર, ઘનશ્યામભાઈ ડેરવાળીયા અને રાકેશભાઈ ચૌહાણે ખેતીવાડી ખુલ્લા ફાટક પાસે બાવરીવાસમાં રહેતો કિશન ભનુભાઈ પરમાર નામના શખ્સને જીજે 10 સીસી 0416 નંબરનું મોટરસાયકલ લઈને નીકળતા રોકી પુછપરછ હાથ ધરતા મોટરસાયકલના આધાર પુરાવા ન હોવાથી અટકાયત કરી પુછપરછ હાથ ધરતા ઉપરોક્ત મોટરસાયકલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર રેલવે સ્ટેશન પાસેથી આશરે વીસથી પચ્ચીસ દિવસ પહેલા રાત્રીના સમયે ચોરી કરી હોવાની કબૂલાત આપતા કિશન નામના શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા પી.એન. મોરી અને સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઈ બાલસરા અને ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.