જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
મીઠાપુર નજીક આવેલા આનંદ પેટ્રોલ પંપ ખાતે ગત તારીખ 1 ના રોજ સાંજના સમયે મહિપતભા ઉર્ફે કાયડી (રહે. આરંભડા સીમ) અને રવિભા કેર (રહે. સુરજકરાડી) નામના બે શખ્સોએ બળજબરીપૂર્વક તેઓના મોટરસાયકલમાં રૂપિયા 1,100 નું પેટ્રોલ ભરાવ્યું હતું. ત્યારબાદ આ બંને શખ્સોએ પેટ્રોલના પૈસા દેવાની ના કહી, આ સ્થળે ફરજ પર રહેલા કર્મચારીઓને બિભત્સ ગાળો કાઢી, મોતનો ભય બતાવી અને પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી.આટલું જ નહીં, આરોપી શખ્સોએ પેટ્રોલ પંપના માલિકોને તથા અન્ય સાહેદોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ક્રિષ્નાભા મીયાભા નાયાણી (ઉ.વ. 26, રહે. શિવરાજપુર) દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 386, 504, 506 (2), 507 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
0 Comments
Post a Comment