પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

દ્વારકાના વિશ્વ જગત મંદિર ખાતે હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન માટે અહીંના જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી.

   આ મિટિંગમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે, હોળીના તહેવારમાં બહોળી સંખ્યામાં યાત્રિકો તથા પદયાત્રિકો દ્વારકા મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. આ યાત્રિકોની સુરક્ષા, આરોગ્ય અને સલામતીનું ધ્યાન રાખવું જરૂરી છે.

        ફૂલડોલ ઉત્સવ અંગે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી સુચારુ વ્યવસ્થા અંગે જણાવ્યું હતું. આ બેઠકમાં દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ચીફ ઓફિસર, મામલતદાર, નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.