જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી લાલજીભાઈ ભૂવા દ્વારા જલારામ બાપાની પુણ્યતિથિ નિમિતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી બુધવાર તા. 15 ના રોજ જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે બપોરે 3 થી 7 સુધી સલાયામાં લાલજીભાઈ ભુવાના નિવાસસ્થાને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું છે. જેમાં સલાયાના ગ્રામદેવતા શ્રી માધવરાય મંદિરના શ્યામભાઈ દવે કથાનું રસપાન કરાવશે. આ કથા શ્રાવણનો લાભ લેવા પધારવા સલાયાની ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.