કચ્છના સપ્લાયરનું નામ ખુલ્યું: રૂ. 2.79 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં ખીજડીયા બાયપાસ રોડ પાસેથી એલસીબી પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની 48 નંગ બોટલ તથા 48 નંગ ચપટા અને ગાડી, મોબાઈલ સહિત રૂ. 2.79 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરસરની કાર્યવાહી હાથ ધરી હતી તથા સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે.  

મળતી વિગત મુજબ જામનગરમાં ખીજડીયા બાયપાસ રોડ પર ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ શખ્સ નીકળવાનો હોય તેવી બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચના યશપાલસિંહ જાડેજા, સંજયસિંહ વાળા અને દોલતસિંહ જાડેજાને મળતા વોચમાં ઉભા રહી ત્યાંથી જીજે 10 ડીજે 7673 નંબરની ઇકો કાર નીકળતા રોકી તેની તલાસી લેતા તેમાંથી રૂ. 19,200ની કિંમતનની 48 નંગ બોટલ, તથા રૂ. 4800ની કિંમતના 48 નંગ ચપટા મળી આવતા પોલીસે ખીજડીયા ગામમાં નવા પ્લોટમાં રહેતો રાહુલ ઉર્ફે ગદુ બચુભાઈ ચાવડા નામના શખ્સને ઝડપી લઈ 24,000ના દારૂ સાથે રૂ. 2,50,000ની ગાડી અને રૂ. 5000નો મોબાઈલ ફોન કુલ મળી રૂ. 2,79,000નો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો કચ્છના સામખીયારીના શ્યામે મોકલ્યો હોવાની કબુલાત આપતા તેના વિરુધ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. 


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બલવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઈ બાલસરા અને ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.