જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર શહેરમાં આવેલ ભાનુશાળી વાડમાંથી વર્લીનો જુગાર રમતા બે શખ્સને પોલીસે બાતમીના આધારે રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ ભાનુશાળી વાડમાં હનુમાનજીની ડેરીની પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા હોવાની બાતમી સીટી એ ડીવીઝન સર્વેલન્સ ટીમના શૈલેષભાઈ ગઢવી અને મહેન્દ્રભાઈ પરમારને મળતા પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળાને વાકેફ કરી દિ. પ્લોટ 23માં અંબિકા ડેરીના પાછળના ભાગે રહેતા અશોક ઉર્ફે ઢોલકી બચુભાઈ હરવરા અને જીવસતાના ડેલાની સામે રહેતા મનીષ ઉર્ફે મનીયો જગદીશભાઈ મંગી નામના શખ્સને રોકડ રૂ. 10,740 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.