જામનગર મોર્નિંગ - કાલાવડ (ભરત રાઠોડ)
કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસમુખ વોરાની અધ્યક્ષતામાં અને જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી તથા પ્રભારી કે.કે નંદાની ઉપસ્થિતીમાં કારોબારી બેઠક તેમજ પંડિત દિનદયાલજીની પુણ્યતિથી નિમિતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રમેશભાઈ મૂંગરાએ ભાજપની વિચારધારા અંગે વાત કરી હતી. દિલીપભાઈ ભોજાણીએ પાર્ટીની લોકઉપયોગી કામગીરી અંગે જણાવ્યું હતું. હસુભાઈ વોરાએ ભાજપની પારિવારિક ભાવના ઉપર વાત કરી હતી. પ્રદેશ કારોબારી સદસ્ય કશ્યપભાઈ વૈષ્ણવે ધન્યવાદ પ્રસ્તાવ રજુ કર્યો હતો જેને પ્રભારી કે.કે.નંદાએ અનુમોદન આપ્યું હતું. અભિષેકભાઈ પટવાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિતે તેમના જીવન કવન અંગે વાત કરી હતી. સરળ ફોર્મ વિષયે તરુણભાઈ ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપના મહામંત્રી મહેશભાઈ સાવલિયા અને વિનુભાઈ રાખોલીયાએ સંભાળી હતી.
0 Comments
Post a Comment